ઇંગ્લૅન્ડ ટીમનો સૌથી અન્ડરવૅલ્યુડ ક્રિકેટર વૉક્સ છે, નાસિર હુસેન

10 August, 2020 08:01 PM IST  |  Mumbai | IANS

ઇંગ્લૅન્ડ ટીમનો સૌથી અન્ડરવૅલ્યુડ ક્રિકેટર વૉક્સ છે, નાસિર હુસેન

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેનનું માનવું છે કે ક્રિસ વૉક્સ ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમનો સૌથી અન્ડરવૅલ્યુડ ક્રિકેટર છે. પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ મૅચ જિતાડવા માટે વૉક્સે પાયાની ભૂમિકા ભજવી હતી. વૉક્સ વિશે વાત કરતાં હુસેને કહ્યું કે ‘મારા ખ્યાલથી ક્રિસ વૉક્સ ડ્રેસિંગ રૂમમાં સૌથી પૉપ્યુલર માણસ છે, પણ કદાચ ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમનો તે સૌથી અન્ડરવૅલ્યુડ ક્રિકેટર છે. આવું તેની સાથે લગભગ હંમેશાં જ થાય છે, કારણ કે તેની સાથે અમારા અન્ય પ્લેયર પણ સુપરસ્ટાર છે. કોઈ ૫૦૦ વિકેટ લઈ ચૂક્યું છે તો કોઈ ૬૦૦ વિકેટ. તેમ છતાં, પોતાની ટીમ માટે તે હંમેશાં ઉપલબ્ધ રહ્યો છે. પોતાની ટીમ માટે તે સૌથી સારું જે કંઈ કરી શકતો હતો એનું ઉદાહરણ તેણે શનિવારે સાબિત કરી બતાવ્યું છે. જ્યાં સુધી જોસ બટલરની વાત છે તો તેણે કેટલીક તક ગુમાવી હતી. બટલર અને વૉક્સની પાર્ટનરશિપ ઘણી સારી રહી હતી. આ બધું કામકાજ રાતોરાત નથી થતું. બન્ને પ્લેયર્સ જાણે છે કે તેઓ શું કરી શકે છે. ચોથા દિવસની પિચ ઘણી અનઇવન હતી. આવી પિચ પર જે પ્રમાણે તેઓ રમી રહ્યા હતા એ જોઈને લોકોને નવાઈ લાગે એમાં કોઈ શંકા નથી.’

cricket news england pakistan