World Cup 2019 : ઇગ્લેન્ડ બોર્ડે પ્રીલિમનરી 15 સભ્યોની ટીમ જાહેર કરી

17 April, 2019 10:30 PM IST  |  મુંબઈ

World Cup 2019 : ઇગ્લેન્ડ બોર્ડે પ્રીલિમનરી 15 સભ્યોની ટીમ જાહેર કરી

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ

વર્લ્ડ કપને ધ્યાને લઇને ઈંગ્લેન્ડે પ્રીલિમનરી 15 સભ્યોના નામની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં 5 બેટ્સમેન, 7 ઓલરાઉન્ડર અને 3 બોલરો પસંદ કર્યાં છે. સ્પિનર્સ તરીકે લેગ સ્પિનર આદિલ રાશિદ, મોઇન અલી અને જો ડેનલીને પસંદ કર્યાં છે. ડેનલી બેટ્સમેન પણ સ્થાન મળ્યું છે. ફાસ્ટ બોલર તરીકે લિયામ પ્લંકેટ, માર્ક વુડને જગ્યા મળી છે. તો બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, ટોમ કરન, ડેવિડ વિલીને ઓલરાઉન્ડર તરીકે સ્થાન મળ્યું છે. આઈપીએલમાં રમી રહેલા ઈંગ્લિશ ખેલાડીઓ પણ 26 એપ્રિલ પહેલા વિશ્વકપની તૈયારીઓને કારણે ઈંગ્લેન્ડ પરત ફરશે.

આઈપીએલમાં ધૂમ મચાવનાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને પ્રારંભિક
15 ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો નથી. પરંતુ તેની પાસે આયર્લેન્ડ અને પાકિસ્તાન સામે રમાનારી ટી20 અને વનડે સિરીઝમાં કમાલ કરીને વિશ્વકપની ટીમમાં સામેલ થવાની શાનદાર તક હશે.

આ પણ વાંચો : 
World Cup 2019:ગુજરાતના ખેલાડીઓ વિશે કંઈક આવું માને છે નિષ્ણાતો


જોફર આર્ચર
17 માર્ચે ઇંગ્લેન્ડનો નાગરિક બન્યો
મૂળ બારબાડોસ, વેસ્ટ ઇન્ડિઝમાં જન્મેલા જોફરા આર્ચરે 17 માર્ચ 2019ના રોજ 3 વર્ષનો ક્વોલિફિકેશન કાર્યકાળ સમાપ્ત કરીને બ્રિટિશ નાગરિક બન્યો હતો. તે સાથે જ તે વર્લ્ડકપ સિલેક્શન માટે અવેલેબલ છે. આર્ચરના પિતા ઇંગ્લિશ છે અને તેની પાસે યુકે પાસપોર્ટ છે.

ઇંગ્લેન્ડની વર્લ્ડકપ માટેની પ્રીલિમનરી ટીમ:
ઓઇન મોર્ગન (સુકાની), જેસન રોય, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, જો રૂટ, જોસ બટલર, મોઇન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી,
આદિલ રાશિદ, માર્ક વુડ, એલેક્સ હેલ્સ, ટોમ કરન, જોઈ ડેનલી અને લિયમ પ્લાન્કટ.

cricket news world cup