ચાર સપ્ટેમ્બરથી રમાશે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સિરીઝ

21 July, 2020 11:52 AM IST  |  London | Agencies

ચાર સપ્ટેમ્બરથી રમાશે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સિરીઝ

પ્રતીકાત્મક તસવીર

ઇંગ્લૅન્ડમાં રમાનારી ઑસ્ટ્રેલિયા સાથેની લિમિટેડ સિરીઝ ચાર સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સિરીઝમાં ત્રણ ટી૨૦ અને ત્રણ વન-ડેનો સમાવેશ કરવામાં આવશે. ૪, ૬ અને ૮ સપ્ટેમ્બરે ટી૨૦ અને ૧૦, ૧૨ અને ૧૫ સપ્ટેમ્બરે વન-ડે મૅચ રમાશે. ઑસ્ટ્રેલિયાની ટીમ પ્રાઇવેટ ફ્લાઇટમાં ઇંગ્લૅન્ડ જશે. સાઉધમ્પ્ટન અને મૅન્ચેસ્ટરના સ્ટેડિયમમાં તમામ મૅચ રમાશે. ત્યાં પૂરતી સુરક્ષા હોવાથી બન્ને ટીમને તમામ સગવડ મળી રહેશે. એવી પણ ચર્ચા છે કે પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝની જેમ ઑસ્ટ્રિલયન ટીમે ક્વૉરન્ટીન થવાની જરૂર નથી. આને માટે ઑસ્ટ્રેલિયાએ તેમની ૨૬ જણની ટીમ પણ જાહેર કરી દીધી છે.

cricket news sports news england west indies