હેડિંગ્લી ટેસ્ટ મૅચને યાદ કરતાં બેન સ્ટોક્સે કહ્યું...

13 April, 2020 12:47 PM IST  |  London | Agencies

હેડિંગ્લી ટેસ્ટ મૅચને યાદ કરતાં બેન સ્ટોક્સે કહ્યું...

બેન સ્ટોક્સ

ઍશિઝ ૨૦૧૯માં હેડિંગ્લીમાં રમાયેલી મૅચને યાદ કરતાં બેન સ્ટોક્સે એ દિવસને પોતાને માટે સૌથી મોટો દિવસ ગણાવ્યો છે. એ ટેસ્ટ મૅચમાં સ્ટોક્સે છેલ્લી વિકેટ માટે જૅક લિચ સાથે પાર્ટનરશિપ કરી હતી. સ્ટોક્સે ૭૬ બૉલમાં અણનમ ૭૪ રન બનાવ્યા હતા અને પોતાની ટીમને એક વિકેટે રોચક વિજય અપાવ્યો હતો.

વાસ્તવમાં એ મૅચનું હાલમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેના સંદર્ભમાં વાત કરતાં સ્ટોક્સે કહ્યું કે ‘પહેલી વાર મેં બૉલ બાય બૉલ એ મૅચ જોઈ. એ મારા માટે ખૂબ જ સારી યાદગાર બની ગઈ છે. મારા માટે એ સૌથી મોટો દિવસ હતો. માત્ર ફીલ્ડ પર જ નહીં, ગ્રુપ તરીકે પણ એ એક સારી યાદગીરી બની ગઈ હતી. ચેન્જિંગ રૂમમાં એ વખતે એક ક્રિકેટર તરીકે ઘણો ગંભીર માહોલ હતો, પણ આજે જ્યારે એ દિવસને યાદ કરીએ છીએ ત્યારે ખૂબ સારી અનુભૂતિ થાય છે.’

ઑસ્ટ્રેલિયા સામેની એ મૅચમાં ઇંગ્લૅન્ડને જીતવા માટે ૩૫૯ રન બનાવવાના હતા અને તેમણે ૨૮૬ રનમાં ૯ વિકેટ ગુમાવી દીધી હતી. એવામાં બેન સ્ટોક્સની ૭૪ રનની ઇનિંગે ઇંગ્લૅન્ડને વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ben stokes cricket news sports news