છેલ્લી ટેસ્ટ મૅચ જીતીને ઇંગ્લૅન્ડે સિરીઝ પોતાના નામે કરી

29 July, 2020 11:22 AM IST  |  Manchester | Mumbai correspondent

છેલ્લી ટેસ્ટ મૅચ જીતીને ઇંગ્લૅન્ડે સિરીઝ પોતાના નામે કરી

બોલર્સે દેખાડ્યો દમ

ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ મૅચ જીતીને સિરીઝ પોતાને નામ કરી છે. ઇંગ્લૅન્ડના બોલર્સ દ્વારા જોરદાર બોલિંગ કરીને ત્રીજી ટેસ્ટ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને ૨૬૯ રનથી હરાવ્યું હતું. ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝમાં પહેલી ટેસ્ટ વેસ્ટ ઇન્ડીઝ જીત્યું હતું. જોકે બીજી અને ત્રીજી ટેસ્ટ જીતીને ઇંગ્લૅન્ડે રોબ જમાવ્યો હતો. છેલ્લી ટેસ્ટની બીજી ઇનિંગમાં ઇંગ્લૅન્ડે હરીફ ટીમ એટલે કે વેસ્ટ ઇન્ડીઝને ૩૯૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચોથા દિવસે વેસ્ટ ઇન્ડીઝની ૧૦ રને બે વિકેટ હતી અને વરસાદ પડતાં મૅચ આખો દિવસ રમાઈ નહોતી. જોકે ઇંગ્લૅન્ડે ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝને ૧૨૯ રનમાં જ ઑલઆઉટ કરી દીધું હતું. વેસ્ટ ઇન્ડીઝના શાઈ હોપે સૌથી વધુ ૩૧ રન કર્યા હતા. ક્રિસ વૉક્સે પાંચ વિકેટ અને સ્ટુઅર્ટ બ્રૉડે ચાર વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝનો રોસ્ટન ચેઝ રનઆઉટ થયો હતો. આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ સ્ટુઅર્ટ બ્રૉડને જાહેર કરવામાં આવ્યો હતો. તેણે બે ઇનિંગમાં ટોટલ ૧૦ વિકેટ લીધી હતી. આ સાથે જ તેને પ્લેયર ઑફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

cricket news sports news england west indies test cricket