બીજી ટેસ્ટમાં આજે રોમાંચક અંતની સંભાવનાઃ પાકિસ્તાન માટે સિરીઝની હારથી બચવું મુશ્કેલ

12 December, 2022 01:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાને બીજા દાવમાં ૧૯૮ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી

ઇન્ઝમામનો ભત્રીજો ઇમામ-ઉલ-હક ગઈ કાલે મુલતાનમાં ૬૦ રન બનાવીને સ્પિનર જૅક લીચના બૉલમાં સ્લિપમાં રૂટના હાથે કૅચઆઉટ થતાં હતાશ થયો હતો. તસવીર એ.એફ.પી.

મુલતાનમાં આજે ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં બચવું યજમાન પાકિસ્તાન માટે મુશ્કેલ છે, કારણ કે ગઈ કાલના ત્રીજા દિવસે ૩૫૫ રનના પડકારરૂપ લક્ષ્યાંક સામે પાકિસ્તાને બીજા દાવમાં ૧૯૮ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. બાબર આઝમની ટીમે જીતવા હજી ૧૫૭ રન બનાવવાના બાકી છે, જ્યારે બેન સ્ટોક્સની ટીમે ફક્ત ૬ વિકેટ લેવાની બાકી છે. ગઈ કાલની રમતના અંતે સાઉદ શકીલ ૫૪ રને અને ફહીમ અશરફ ૩ રને રમી રહ્યા હતા. ઑલી રૉબિન્સન, જૅક લીચ, માર્ક વુડ અને જેમ્સ ઍન્ડરસનને એક-એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો : પાકિસ્તાનના નવા સ્પિનર અબ્રારની ડેબ્યુમાં ૭ વિકેટ, ઇંગ્લૅન્ડ ૨૮૧માં ઑલઆઉટ

૪ વિકેટ લીધી હતી. ઇમામ-ઉલ-હક ૬૦ રન બનાવીને આઉટ થયો હતો. ઇંગ્લૅન્ડ ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ છે અને આજે જીતીને ૨-૦થી વિજયી સરસાઈ મેળવી શકશે.

sports sports news test cricket cricket news