જો રૂટ વનડેમાં ટેસ્ટની જેમ રમ્યો, બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

13 September, 2020 09:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જો રૂટ વનડેમાં ટેસ્ટની જેમ રમ્યો, બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

જો રૂટ

ઈગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટેસ્ટ કૅપ્ટન જો રૂટને હાલમાં જ ટી-20 ટીમથી બહારનો રસ્તો બતાવ્યો છે. ઑસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં તેણે એટલી સ્લો બેટિંગ કરી કે તેની બેટિંગ સ્કીલ ઉપર સવાલ થવા લાગ્યા છે. તેણે 60 બોલમાં ફક્ત 23 રન કર્યા હતા.

છેલ્લા 10 વર્ષમાં આટલા બોલ રમનારો ઈંગ્લેન્ડ પ્લેયર દ્વારા સૌથી ઓછો સ્કોર જો રૂટનો છે. ઑસ્ટ્રેલિયા સામે મેનચેસ્ટરમાં બીજી વનડેની શરૂઆત થઈ ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ટી-20 ટીમથી બહાર રાખેલા ટેસ્ટ કૅપ્ટનને છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે પોતાની જ કારકીર્દીની નહીં પરંતુ ઈંગ્લેન્ડમાં ટીમમાં 60 બોલમાં સૌથી ઓછો રન કરનાર ખેલાડી બનીને શરમજનક રેકોર્ડ બનાવ્યો છે.

આ મેચમાં રૂટે કુલ 73 બોલમાં 39 રન કર્યા હતા, જેમાં 4 ફોર અને એક સિક્સનો સમાવેશ હતો. સ્ટ્રાઈક રેટ 53.42નો હતો. આ પહેલા ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરીઝમાં રૂટનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ટેસ્ટ કૅપ્ટન સ્પીડમાં રન નહીં કરી શકતો હોવાથી તેને આ શોર્ટ ફોર્મેટથી દૂર રાખવામાં આવ્યો છે. 

cricket news england joe root