પિતાને કૅન્સર થયું હોવાથી માનસિક રીતે અસ્વસ્થ હતો બેન સ્ટોક્સ

30 August, 2020 01:13 PM IST  |  Auckland | Agencies

પિતાને કૅન્સર થયું હોવાથી માનસિક રીતે અસ્વસ્થ હતો બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સના પિતાને બ્રેઇન કૅન્સર થયું હોવાથી તે માનસિક રીતે અસ્વસ્થ હતો. હાલમાં ન્યુ ઝીલૅન્ડમાં પોતાના પરિવાર સાથે તે સમય પસાર કરી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં સાઉથ આફ્રિકાના પ્રવાસ બાદ બેન સ્ટોક્સના પિતા ગેરાર્ડને કૅન્સર થયું હોવાની જાણકારી મળી હતી. ગેરાર્ડ ભૂતપૂર્વ કીવી રગ્બી લીગ ઇન્ટરનૅશનલ પ્લેયર છે. પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ મૅચ રમ્યા બાદ બેન ન્યુ ઝીલૅન્ડ જવા માટે નીકળી ગયો હતો. તેના દિમાગમાં સતત તેના પિતાના કૅન્સરની વાત ચાલી રહી હતી. હાલના સમયમાં સ્ટોક્સ ન્યુ ઝીલૅન્ડમાં ક્વૉરન્ટીન થયેલો છે અને નજીકના દિવસોમાં તે પોતાના પરિવારને મળશે. બેને કહ્યું કે ‘છેલ્લા એક અઠવાડિયાથી મને ઊંઘ નથી આવતી અને મારું મગજ કામ નથી કરતું. માનસિક રીતે કહું તો ટીમને મૂકીને નીકળી આવવાનો નિર્ણય કદાચ યોગ્ય હતો. મારા પિતાની વાત કરું તો તેઓ પણ શિસ્તપાલન કરનાર વ્યક્તિ છે. હું જેમ-જેમ મોટો થતો ગયો તેમ-તેમ તેમની વાતોને સમજતો ગયો. તેઓ જાણતા હતા કે હું એક પ્રોફેશનલ સ્પોર્ટ્સમૅન બનવા માગું છું અને એ માટે તેમણે નાનપણથી મને તૈયાર કરવાની શરૂઆત કરી હતી.’

ben stokes cricket news sports news auckland