પિન્ક બૉલ ટેસ્ટ માટે પિચ તૈયાર છે : ક્યુરેટર સુજન મુખરજી

18 November, 2019 12:04 PM IST  |  kolkata

પિન્ક બૉલ ટેસ્ટ માટે પિચ તૈયાર છે : ક્યુરેટર સુજન મુખરજી

સુજન મુખરજી

ઈડન ગાર્ડન્સના ક્યુરેટર સુજન મુખરજીનું કહેવું છે કે ઇન્ડિયા અને બંગલા દેશ વચ્ચેની પહેલી પિન્ક બૉલ ટેસ્ટ માટે પિચ એકદમ તૈયાર છે. હાલમાં કલકત્તામાં ખૂબ વરસાદ પડ્યો હતો એથી પિચને લઈને ઘણું ટેન્શન હતું. જોકે પરિસ્થિતિ કાબૂમાં આવતાં દર્શકોના મનોરંજન માટે પિચ એકદમ તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. આ વિશે સુજન મુખરજીનું કહેવું છે કે ‘ગયા અઠવાડિયે વરસાદને કારણે સ્પોર્ટ્‍‍‍‍‍સમાં ઘણી તકલીફ પડી હતી. જોકે વાતાવરણ હવે નૉર્મલ છે અને આપણી પાસે સમય પણ છે. પિચ હાલમાં સારી કન્ડિશનમાં છે. છેલ્લાં ઘણાં વર્ષથી આ ગ્રાઉન્ડ પર જેવી પિચ છે એવી જ અમે રાખી છે. દર્શકોને મનોરંજન પૂરું પાડવા માટે આ ઉત્તમ પિચ છે અને એ માટે મારું શ્રેષ્ઠ આપવાનો હું પ્રયત્ન કરીશ.’

eden gardens kolkata