બોર્ડના પ્રમુખપદ માટેની ઝોનલ પદ્ધતિ રદ : નવા પ્રેસિડન્ટ બનવા જેટલીનો માર્ગ મોકળો

16 September, 2012 09:20 AM IST  | 

બોર્ડના પ્રમુખપદ માટેની ઝોનલ પદ્ધતિ રદ : નવા પ્રેસિડન્ટ બનવા જેટલીનો માર્ગ મોકળો


વર્તમાન પ્રમુખ એન. શ્રીનિવાસનની મુદત 2014માં પૂરી થઈ રહી છે. આ પદ માટેના દાવેદાર સૂચવવાનો વારો ઈસ્ટ ઝોનનો હતો, પરંતુ હવે ઝોનલ રોટેશન પદ્ધતિ રદ થઈ છે. જોકે ઈસ્ટ ઝોન પોતાના ઝોનના બે રાજ્યોના ક્રિકેટ અસોસિએશનોની મદદથી બીજા કોઈ ઝોનના ઉમેદવારનું નામ નૉમિનેટ કરી શકશે. એ રીતે બીજેપીના લીડર અને રાજ્યસભાના વિપક્ષી નેતા અરુણ જેટલી ૨૦૧૪માં બોર્ડપ્રમુખ બને એ માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. પ્રમુખપદની પસંદગી મોટા ભાગે સર્વાનુમતે થતી હોય છે અને જેટલી કેટલાક ઉમેદવારોમાં સૌથી વધુ સ્વીકાર્ય ઉમેદવાર મનાય છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી