ધોની માટે સાતમી જુલાઈએ નવું ગીત લઈને આવી રહ્યો છે બ્રાવો

26 June, 2020 04:45 PM IST  |  New Delhi | Agencies

ધોની માટે સાતમી જુલાઈએ નવું ગીત લઈને આવી રહ્યો છે બ્રાવો

ધોની અને બ્રાવો

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ અને ચેન્નઈ સુપર કિંગ્સના ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવો સાતમી જુલાઈએ એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીના જન્મદિવસે એક નવું સૉન્ગ રિલીઝ કરવાનો છે. આ સૉન્ગ તે ધોનીને ડેડિકેટ કરવાનો છે એ સાથે તે હેલિકૉપ્ટર-ડાન્સ પણ કરવાનો છે. આ વાતની જાણકારી બ્રાવોએ પોતાના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ દ્વારા આપી હતી. બ્રાવોએ કહ્યું કે ‘હું માત્ર મારા ચાહકોને જણાવવા માગું છું કે ધોની માટે એક સૉન્ગ ૭ જુલાઈએ હું રિલીઝ કરવાનો છું. હું તમને દરેકને વિનંતી કરું છું કે તેના જન્મદિવસે આ સૉન્ગ રિલીઝ કરવામાં મદદ કરે. એ દિવસે આપણે એક નવો ડાન્સ ‘ધ હેલિકૉપ્ટર’ પણ કરીશું. તમારા ‘ધ હેલિકૉપ્ટર’ ડાન્સના વર્ઝન સાથે મને ટૅગ કરો અને ધોની માટે આ ડાન્સ ઑફિશ્યલ બનાવો.’

થોડા સમય પહેલાં બ્રાવોએ ધોનીની પૂરી થવા આવેલી ક્રિકેટ-કરીઅરને યાદગાર બનાવવા પોતે કશુંક કરવા માગે છે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

ms dhoni dwayne bravo ipl 2020 chennai super kings cricket news sports news