02 September, 2026 09:54 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
તિલક વર્મા
બૅન્ગલોર સ્થિત સેન્ટર ઑફ એક્સલન્સમાં દુલીપ ટ્રોફી 2026ની બીજી સેમી-ફાઇનલ રસપ્રદ મોડ પર પહોંચી છે. ગઈ કાલે સાઉથ ઝોને ૧૦૦.૩ ઓવરમાં ૩૧૨-૧૦ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ સમાપ્ત કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૧૯૫-૧૦નો સ્કોર કરનાર નૉર્થ ઝોને ત્રીજા દિવસના અંત સુધીમાં બીજી ઇનિંગ્સમાં 66 ઓવર રમીને ૨૫૬-૭નો સ્કોર કર્યો હતો. નૉર્થ ઝોન પાસે ૧૩૯ રનની લીડ છે અને હજી ત્રણ વિકેટ હાથમાં છે.