29 માર્ચથી શરૂ થનારી IPL 15 એપ્રિલ સુધી કરાઇ સ્થગિત

13 March, 2020 03:27 PM IST  |  Mumbai Desk

29 માર્ચથી શરૂ થનારી IPL 15 એપ્રિલ સુધી કરાઇ સ્થગિત

મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલની પ્રૅક્ટિસ કરતો.

વિશ્વભરમાં ફેલાયેલા ભયાનક કોરોના વાઇરસને લીધે ૨૯ માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) પર સવાલ ઊભા થયા હતા જે બાબતે નિર્ણય જાહેર કરી દેવાયો છે. જોકે એનો નિર્ણય આવતી કાલે યોજાનારી મીટિંગમાં લેવામાં આવવાનો હતો જે આજે જ લેવાઇ ગયો છે. 15 એપ્રિલ સુધી આઇપીએલ મેચ સ્થગિત કરવામાં આવી છે.

આ લીગની પહેલી મૅચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની હતી. આ પહેલાં મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ તોપેએ આઇપીએલ થવાના ચાન્સ ઘણા ઓછા હોવાના સંકેત આપ્યા હતા. બીજા વિકલ્પરૂપે આઇપીએલનો શેડ્યુઅલ પાછળ ઠેલાવી પણ શકાય છે. કોરોના વાઇરસના ફેલાવાને લીધે મોટા ભાગે આઇપીએલ રદ કરવાના ભણકારા વાગી રહ્યા હતા. જે હવે પોસ્ટપોન કરવામાં આવી છે તેવો નિર્ણય જાહેર થઈ ચૂક્યો છે.

મુંબઈમાં કોરોનાના બે કેસ પૉઝિટિવ આવ્યા બાદ ચિંતાનાં વાદળ વધારે ગાઢ બન્યાં છે. દેશમાં કોરોનાગ્રસ્ત દરદીઓની સંખ્યા વધીને ૭6 થઈ ચૂકી છે જેમાંના 17 વિદેશી નાગરિકો છે અને અન્ય ઇન્ડિયન્સ છે.

cricket news sports sports news ipl 2020