આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપ-2021ને કરાયો 2022 સુધી સસ્પેન્ડ

09 August, 2020 04:41 PM IST  |  Dubai | Agencies

આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપ-2021ને કરાયો 2022 સુધી સસ્પેન્ડ

આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપ

કોરોના વાઇરસને કારણે ૨૦૨૧માં ન્યુ ઝીલૅન્ડમાં રમાનારો વિમેન્સ વર્લ્ડ કપ ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૨ સુધી મોકૂફ કરવામાં આવ્યો છે. ૨૦૨૧નો મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાં યોજાશે, જ્યારે ૨૦૨૦ની એડિશન હવે ૨૦૨૨માં ઑસ્ટ્રેલિયામાં યોજાશે. આ નિર્ણય આઇસીસીની કમર્શિયલ સબસિડિયરી આઇબીસી દ્વારા પ્લેયરોની સુરક્ષા, ક્રિકેટ અને નાણાકીય મુદ્દાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આઇસીસીના ચૅરમૅન ઇમરાન ખ્વાજાનું કહેવું છે કે ‘છેલ્લા કેટલાક મહિનાથી અમે ક્રિકેટને ફરી પાછું કેવી રીતે શરૂ કરી શકીએ એ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, પણ આ ગ્લોબલ ઇવેન્ટને યોજવા માટે અમારા મેમ્બરોએ પ્લેયરોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. બોર્ડે હાલમાં જે નિર્ણય લીધો છે એ ખેલજગત સહિત અમારા ભાગીદારો અને ચાહકોના હિતમાં પણ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ, ક્રિકેટ ઑસ્ટ્રેલિયા અને ક્રિકેટ ન્યુ ઝીલૅન્ડનો આ બાબતે સંપૂર્ણ ટેકો મળશે એવી આશા છે. મહિલા વર્લ્ડ કપને પોસ્ટપોન્ડ કરવાનું કારણ દરેક ટીમને સંપૂર્ણપણે પર્ફોર્મન્સ આપવાની તક મળે એને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.’

womens world cup world cup cricket news sports news