વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2021:ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે મૅચ

12 March, 2020 07:37 AM IST  |  Dubai

વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2021:ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે મૅચ

પ્રતીકાત્મક તસવીર

મહિલા ટી૨૦ વર્લ્ડ કપ થોડા દિવસ પહેલાં જ સમાપ્ત થયો છે એવામાં આઇસીસીએ ૨૦૨૧માં થનારા મહિલા વન-ડે વર્લ્ડ કપનો શેડ્યુલ જાહેર કરી દીધો છે. ન્યુ ઝીલૅન્ડમાં આ વર્લ્ડ કપ રમાશે જેમાં ૨૦૨૧ની સાતમી ફેબ્રુઆરીએ પહેલી મૅચ ઓકલૅન્ડના ઇડન પાર્કમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે યોજાશે. આખી ટુર્નામેન્ટ માટે કુલ છ જગ્યા પસંદ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકાએ આ મેગા ઇવેન્ટ માટે ક્વૉલિફાય કરી લીધું છે. બાકીની ચાર ટીમનો નિર્ણય જુલાઈમાં શ્રીલંકામાં યોજાઈ રહેલી વિમેન ચૅમ્પિયનશિપ બાદ નક્કી થશે.

ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના પ્લેયરોની સેફ્ટી માટે તેમને સલાહ આપી છે કે તેઓ કોરોના વાઇરસની ભીતિને પગલે ક્રિકેટપ્રેમીઓ સાથે સેલ્ફી લેવાનું ટાળે. ઇંગ્લૅન્ડ (પુરુષ ટીમ) હાલમાં શ્રીલંકાની ટૂર પર આવેલી છે જેમાં બન્ને ટીમો વચ્ચે આઇસીસી ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપે બે ટેસ્ટ મૅચ રમાશે

womens world cup england australia cricket news sports news