અમ્પાયરે બૉલ પકડતાં પહેલાં હાથમાં ગ્લવ્સ પહેરવા પડશે

24 May, 2020 01:52 PM IST  |  Dubai | Agencies

અમ્પાયરે બૉલ પકડતાં પહેલાં હાથમાં ગ્લવ્સ પહેરવા પડશે

ધોની

આઇસીસી કોરોના વાઇરસથી પ્લેયરોને સુરક્ષિત રાખવા નવા-નવા નિયમ લઈને સામે આવી છે. તાજેતરમાં આઇસીસીએ જાહેર કરેલી નવી ગાઇડલાઇન્સ પ્રમાણે અમ્પાયરે બૉલ પકડતાં પહેલાં હાથમાં ગ્લવ્સ પહેરવા પડશે. વાસ્તવમાં આઇસીસીની આ નવી ગાઇલાઇન્સ પ્લેયર અને અન્ય સ્ટાફના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી છે. આ નવી ગાઇલાઇન્સ આઇસીસીની મેડિકલ ઍડ્વાઇઝરી કમિટીએ મેડિકલ મેમ્બરના પ્રતિનિધિઓે સાથે મળીને બનાવી છે. આઇસીસીની આ નવી ગાઇલાઇન્સને ધ્યાનમાં રાખીને દરેક દેશે પોતાની અલગ-અલગ પૉલિસીઓ બનાવવાની રહેશે. આ નવી ગાઇડલાઇન્સ મુજબ પ્લેયરે ફીલ્ડ પર પોતાના સનગ્લાસીસ, ટોપી, જમ્પર, નૅપ્કીનની જવાબદારી પોતે રાખવાની રહેશે. તેઓ આ વસ્તુઓ સંભાળવા પોતાના સાથી પ્લેયર કે અમ્પાયરને આપી નહીં શકે. અમ્પાયર, રેફરી અને અન્ય મહત્ત્વની ફરજો બજાવતી વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવું કેમ કે તેઓ મોટી ઉંમરના હોવાથી તેમને કોવિડ-19નો ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે. આ સિવાય જે દેશમાં દર્શકોની છૂટ હોય ત્યાં જરૂરી સુવિધા પૂરી પાડવી અને તેમને લિમિટેડ રાખવા.

cricket news sports news