T20 વર્લ્ડ કપ પહેલાં-પછી પ્લેયરો માટે આઇસોલેશનની સલાહ આપી ડુ પ્લેસીએ

15 May, 2020 05:37 PM IST  |  Mumbai Desk | Agencies

T20 વર્લ્ડ કપ પહેલાં-પછી પ્લેયરો માટે આઇસોલેશનની સલાહ આપી ડુ પ્લેસીએ

ડુ પ્લેસી

સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના પ્લેયર ફૅફ ડુ પ્લેસીએ સલાહ આપતાં કહ્યું કે ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં અને પછી પ્લેયરોને આઇસોલેશનમાં રાખવામાં આવવા જોઈએ. આ વર્લ્ડ કપ ઑક્ટોબર-નવેમ્બરમાં યોજાય કે નહીં એ વિશે કોઈ માહિતી નથી, પરંતુ એની તૈયારી તો ચાલી જ રહી છે. આ વિશે ડુ પ્લેસીએ કહ્યું કે ‘હું શ્યૉર નથી, પણ ઘણા દેશો માટે ટ્રાવેલિંગ એક મોટો પડકાર છે અને એ લોકો ડિસેમ્બર કે જાન્યુઆરીની વાત કરી રહ્યા છે. જોકે ઑસ્ટ્રેલિયામાં બીજા દેશો જેટલી અસર નથી થઈ માટે બંગલા દેશ, સાઉથ આફ્રિકા, ઇન્ડિયાથી લોકોને લાવવા એ એક પ્રકારનું જોખમ જ છે. જોકે આયોજકો પ્લેયરોને બે અઠવાડિયાં આઇસોલેશનમાં રાખવાની સગવડ આપી શકે છે અને પછી ગેમ રમાડી શકે છે. મને નથી ખબર કે સાઉથ આફ્રિકા ક્યારે પોતાનો ટ્રાવેલ પર લગાવેલો પ્રતિબંધ હટાવશે.’

sports news sports cricket news t20 world cup