બુમરાહ અને શમી સાથે બોલિંગ કરવા વિશે ભુવનેશ્વરે કહ્યું...

27 June, 2020 03:24 PM IST  |  New Delhi | Agencies

બુમરાહ અને શમી સાથે બોલિંગ કરવા વિશે ભુવનેશ્વરે કહ્યું...

ભુવનેશ્વરકુમાર

ભારતીય ડિપાર્ટમેન્ટના સફળ પ્લેયર ભુવનેશ્વરકુમારનું કહેવું છે કે મારી સફળતાનો રાજ બોલરો વચ્ચેના સારા સંબંધ છે જેમાં મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને વધુ કશું કહેવું પડતું નથી. આ વિશે વાત કરતાં ભુવનેશ્વર કુમારે કહ્યું કે ‘કયો બોલર કયા એન્ડથી બોલિંગ કરે છે એ મહત્ત્વનું નથી, કારણ કે મારે જે પર્ફોર્મ કરવાનું છે એ મારે જ કરવાનું છે છતાં મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ સિનિયર પ્લેયર હોવાથી અમે તેમની સાથે થોડી ઘણી વાતચીત કરતા રહીએ છીએ અને એ સમજવાનો પ્રયાસ કરતા રહીએ છીએ કે બૅટ્સમૅનને કેવી રીતે હેરાન કરી શકાય. અમારી બોલિંગ-પાર્ટનરશિપ આવી જ છે. અમે એકબીજા સાથે વધારે વાત નથી કરતા. અમે સતત સારી બોલિંગ કરીને સામેવાળી ટીમના બૅટ્સમૅન પર પ્રેશર બનાવી રાખવાનું કામ બન્ને એન્ડથી કરતા રહીએ છીએ.’

bhuvneshwar kumar jasprit bumrah mohammed shami cricket news sports news