શું સ્ટીવ વૉ ઇચ્છે છે કે અમે ઇંગ્લૅન્ડને સિરીઝ ગિફ્ટમાં આપી દઈએ? : સિધુ

22 November, 2012 06:00 AM IST  | 

શું સ્ટીવ વૉ ઇચ્છે છે કે અમે ઇંગ્લૅન્ડને સિરીઝ ગિફ્ટમાં આપી દઈએ? : સિધુ

નવી દિલ્હી:

ધોનીએ અમદાવાદની પિચ વિશે કહ્યું હતું કે હું ફરી આ વિકેટને જોવા પણ નથી માગતો.

સિધુએ ગઈ કાલે દિલ્હીમાં પીટીઆઈના પત્રકારને કહ્યું હતું કે ‘સ્ટીવ વૉને પૂછો શું ભારતીય ટીમને પર્થમાં ટર્નિંગ વિકેટ મળે છે ખરી? શું વૉ એવું ઇચ્છે છે કે અમારી ટીમ ઇંગ્લૅન્ડને આ સિરીઝ ગિફ્ટમાં આપી દે? જે પણ પિચ હશે એ બન્ને ટીમ માટે હશે, ખરુંને?’

વાનખેડેમાં ટર્નિંગ વિકેટ નહીં?


ધોનીએ વાનખેડેમાં પહેલા જ દિવસથી ટર્ન અપાવતી પિચની અપેક્ષા રાખી છે, પરંતુ ગઈ કાલે એના પર લીલું ઘાસ હતું. આ પિચ સ્પિનરો ઉપરાંત સીમ બોલરોને પણ ફાવશે એવી સંભાવના છે