ઍન્ડી મરે ફાઇનલમાં

10 September, 2012 06:10 AM IST  | 

ઍન્ડી મરે ફાઇનલમાં



ન્યુ યૉર્ક: ટેનિસજગતમાં ચોથી રૅન્ક ધરાવતો ઇંગ્લૅન્ડનો ઍન્ડી મરે શનિવારે ન્યુ યૉર્કમાં આ વર્ષની છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમ યુએસ ઓપન ટેનિસસ્પર્ધાની સેમી ફાઇનલમાં ચેક રિપબ્લિકના તૉમસ બર્ડીચને ૫-૭, ૬-૨, ૬-૧, ૯-૭થી હરાવીને ફાઇનલમાં પહોંચી ગયો હતો. વરસાદને કારણે ગઈ કાલે ફાઇનલ આજ પર મોકૂફ રાખવામાં આવી હતી. મરે આજે જીતશે તો તેનું સિંગલ્સનું પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ કહેવાશે.

મરે ગયા વર્ષ દરમ્યાન ટેનિસસ્પર્ધાઓની ઇનામીરકમ સિવાય મૉડલિંગ સહિતના કૉન્ટ્રૅક્ટો મારફત કુલ ૬૪,૦૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૫૬ કરોડ રૂપિયા) કમાયો હતો. સ્કૉટલૅન્ડમાં જન્મેલો પચીસ વર્ષનો આ પ્લેયર ટેનિસમાં એક પછી એક સફળતાની સીડી ચડી રહ્યો હોવાથી આ વર્ષે વધુ કમાણી કરશે એવી માર્કેટિંગજગત સાથે સંકળાયેલા નિષ્ણાતોને ખાતરી છે. તે જૂનમાં વિમ્બલ્ડનની ફાઇનલ સુધી પહોંચ્યો હતો અને ગયા મહિને લંડન ઑલિમ્પિક્સમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

યુએસ = યુનાઇટેડ સ્ટેટ્સ