૨૦૧૫ના મધ્યમાં પરણશે દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લિકલ

09 October, 2014 05:31 AM IST  | 

૨૦૧૫ના મધ્યમાં પરણશે દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લિકલ



લગ્નની તારીખો લગભગ નક્કી થઈ ચૂકી છે, પણ લગ્ન ક્યાં થશે, શું તૈયારીઓ કરવામાં આવી છે એ વાતની જાણકારી બેઉમાંથી કોઈએ પણ નથી આપી. કોઈ સ્પોટ્ર્સ કપલ લગ્ન કરી રહ્યું હોય એવું ઘણા સમય બાદ થઈ રહ્યું છે. પોતપોતાની રમતની પ્રૅક્ટિસમાં વ્યસ્ત રહેતાં હોવાને કારણે આ બન્ને રમતવીરોને એકબીજા સાથે વધુ સમય વિતાવવા નથી મળતો, પણ હા, તેઓ જિમમાં જવાના સમયે એકબીજાનો સાથ જરૂરથી મેળવે છે. રમતને કારણે મળેલા આ કપલને એકબીજાને પોતપોતાની પિચ પર રમતાં જોવા ઘણાં ગમે છે.