20 March, 2026 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિનેશ કાર્તિકે આ પોસ્ટર શૅર કરીને આપ્યા હતા દીકરીના જન્મના ગુડ ન્યુઝ
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના બૅટિંગકોચ દિનેશ કાર્તિકે IPL 2026 પહેલાં ગુડ ન્યુઝ આપ્યા છે. દિનેશ કાર્તિકની પત્ની અને સ્ક્વૉશ ખેલાડી દીપિકા પલ્લીકલે દીકરીને જન્મ આપ્યો છે. બન્નેના ઘરે પહેલી વખત ૨૦૨૧માં કબીર અને ઝિઆન નામનાં જુડવા બાળકોનો જન્મ થયો હતો. આ કપલે પોતાની દીકરીનું નામ રાહા પલ્લીકલ કાર્તિક રાખ્યું છે.
ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકે ૨૦૦૭માં નિકિતા વણજારા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે ક્રિકેટર મુરલી વિજય સાથેના નિકિતાના અફેર અને લગ્નને કારણે ૨૦૧૨માં દિનેશ કાર્તિકનાં પહેલાં લગ્ન તૂટ્યાં હતાં. તેણે નવેમ્બર ૨૦૧૩માં દીપિકા સાથે સગાઈ કરી હતી. ઑગસ્ટ ૨૦૧૫માં બન્નેએ પરંપરાગત ક્રિશ્ચિયન અને હિન્દુ વિધિ અનુસાર લગ્ન કર્યાં હતાં.