દિલશાનની સદી છતાં સીડલે ઑસ્ટ્રેલિયાને જીતની આશા અપાવી

17 December, 2012 05:24 AM IST  | 

દિલશાનની સદી છતાં સીડલે ઑસ્ટ્રેલિયાને જીતની આશા અપાવી



હૉબાર્ટ :  દિલશાનની આ ૧૫મી સદી હતી, જ્યારે બીજી સદી કરવાનું મૅથ્યુઝનું સપનું પૂરું નહોતું થયું.

તેઓ ૧૬૧ની પાર્ટનરશિપ સાથે જડબાતોડ જવાબ આપવા છતાં ઑસ્ટ્રેલિયાને ૧૧૪ રનની લીડ લેતાં નહોતા રોકી શક્યા. પેસબોલર પીટર સીડલે (૨૫.૩-૧૧-૫૪-૫)ના તરખાટને લીધે ઑસ્ટ્રેલિયનોમાં આ મૅચ જીતવાની આશા જન્મી હતી.

ગઈ કાલની રમતના અંતે ઑસ્ટ્રેલિયાએ બીજા દાવમાં ૨૭ રન બનાવી લીધા હતા અને લીડ સહિત ૧૪૧ રનથી આગળ હતું. હવે આજે કાંગારૂઓ શ્રીલંકનોને કેટલો ટાર્ગેટ આપવામાં સફળ થાય છે એના પર મૅચના પરિણામનો આધાર છે. ઑસ્ટ્રેલિયાના પેસબોલર બેન હિલ્ફેનહૉસને કમરના ડાબા ભાગમાં ગઈ કાલે અસહ્ય દુખાવો શરૂ થયો હતો અને તે કદાચ આ મૅચ સહિત આખી સિરીઝમાં નહીં રમી શકે.