પાકિસ્તાન ક્રિકેટ સ્પોટ ફિક્સિંગ મામલે ધોનીએ કહ્યું, જૈસી કરની વૈસી ભરની

02 November, 2011 03:18 PM IST  | 

પાકિસ્તાન ક્રિકેટ સ્પોટ ફિક્સિંગ મામલે ધોનીએ કહ્યું, જૈસી કરની વૈસી ભરની

 

પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતી વખતે જો તમે દેશને શરમજનક સ્થિતિમાં મૂકી દેતું કૌભાંડ કરો તો એનાથી ખરાબ કાર્ય બીજું કોઈ ન કહેવાય. જે વ્યક્તિ જેટલું ખરાબ કાર્ય કરે એટલું જ આકરું પરિણામ ભોગવવા તેણે તૈયાર રહેવું જોઈએ.’

ધોની-બિન્દ્રા બન્યા ભારતીય લશ્કરના માનદ લેફ્ટનન્ટ કર્નલ

ભારતીય ક્રિકેટમાં અમૂલ્ય યોગદાન આપવા બદલ તથા ભારતને ક્રિકેટજગતમાં અનેરું ગૌરવ અપાવવા બદલ મહેન્દ્ર સિંહ ધોનીને ગઈ કાલે ભારતીય લશ્કરમાં ટેરિટૉરિયલ આર્મી વિભાગમાં માનદ લેફ્ટનન્ટ કર્નલની પદવી આપવામાં આવી હતી. ૨૦૦૮ની બીજિંગ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર ભારતીય અભિનવ બિન્દ્રાને શૂટિંગમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ ધોનીની જેમ ટેરિટૉરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલની પદવીથી સન્માનિત કરવામાં આવ્યો હતો.


ટેરિટૉરિયલ આર્મી ભારતના મુખ્ય લશ્કરથી નીચલા સ્તરનું આર્મી કહેવાય છે, જેમાં સામેલ કરવામાં આવતા સ્વયંસેવકો કુદરતી આફત જેવી ઘટનાઓમાં મુખ્ય આર્મીને મદદરૂપ થાય છે.
ટેરિટૉરિયલ આર્મીમાં સામેલ કરવામાં આવતા સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપવામાં આવે છે કે જેથી કરીને દેશની સલામતીના પ્રશ્ને જો તાકીદના સમયે તેમની જરૂર પડે તો તેઓ સૈનિકોની મદદે આવી શકે અને દેશની સેવા કરી શકે.


ધોની અને બિન્દ્રા બન્નેને આ માનદ પદવી આપવા પાછળનું એક કારણ એ પણ છે કે તેમણે ઘણી વખત ભારતીય લશ્કરના જવાનોને પોરસ અપાવનારાં તેમ જ આર્મીમાં જોડાવા યુવાનોને પ્રોત્સાહન આપવા સંબંધિત કાયોર્ પણ કર્યા હતાં.


સપ્ટેમ્બર ૨૦૦૮માં કપિલ દેવને ટેરિટૉરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સચિન તેન્ડુલકરને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય હવાઈ દળમાં માનદ ગ્રુપ કૅપ્ટનની પદવી મળી હતી.