ધોની જ છે ટી૨૦ કા કિંગ

14 October, 2020 02:23 PM IST  |  New Delhi | IANS

ધોની જ છે ટી૨૦ કા કિંગ

ધોની

દેશની પ્રથમ ઑનલાઇન સ્પોર્ટ્સ રેડિયો ચૅનલ સ્પોર્ટ્સ ફ્લૅશિસ દ્વારા કરવામાં આવેલા એક ઑનલાઇન સર્વેમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ‘ટી૨૦ કા કિંગ’ જાહેર કરવામાં આવ્યો હતો. વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા આ સર્વેમાં અંદાજે ૧૨ લાખ લોકોએ ભાગ લીધો હતો. આ સર્વેમાં વિશ્વભરના અલગ-અલગ ટીમ વતી રમતા ૧૨૮ ક્રિકેટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેઓ અલગ-અલગ લેવલ પર ક્રિકેટ રમ્યા હોય. આ પ્લેયરને તેમના પાસ્ટ પર્ફોર્મન્સ અને આઇપીએલમાંના પર્ફોર્મન્સને આધારે સ્પોર્ટ્સ ફ્લૅશિસના નિષ્ણાત અને કૉમેન્ટેટર દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. આ પ્લેયરોની ૧૨૭ મૅચને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ફ્લૅશિસના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર મતદાન કરવામાં આવ્યું હતું. આ મતદાનની પહેલી સેમી ફાઇનલમાં ધોની સામે યુવરાજ સિંહ, જ્યારે બીજી સેમી ફાઇનલમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા આમને-સામને હતા. ફાઇનલમાં ધોની અને વિરાટ કોહલી પહોંચ્યા હતા, જેમાંથી ધોની ‘ટી૨૦ કા કિંગ’ બન્યો હતો.

ms dhoni cricket news t20