તેન્ડુલકરની રેસિંગ-લીગની ટીમ ખરીદવામાં ધોની-ભજીને પણ રસ

04 November, 2011 06:58 PM IST  | 

તેન્ડુલકરની રેસિંગ-લીગની ટીમ ખરીદવામાં ધોની-ભજીને પણ રસ



વિવિધ શહેરોના નામને આધારે કુલ ૯ ટીમો આ લીગમાં સામેલ હશે. પ્રથમ રેસ ૮ જાન્યુઆરીએ થશે. જ્૧ની જેમ વર્ષ દરમ્યાન આ લીગની પણ વિવિધ રેસ યોજાશે. ભારતમાં દિલ્હી તથા ચેન્નઈમાં અને એ ઉપરાંત અબુ ધાબી, ક્વાલા લમ્પુર, દોહા, દુબઈ અને બાહરિનમાં પણ રેસનું આયોજન થશે. લીગ સાથે ૯ ફ્રૅન્ચાઇઝીઓ સંકળાયેલા હશે. પ્રત્યેક ફ્રૅન્ચાઇઝીના માલિકીના હક બે કરોડ ડૉલર (એક અબજ રૂપિયા)માં ખરીદી શકાશે. i૧ સુપર સિરીઝમાં વર્ષ દરમ્યાન કુલ ૨૦ લાખ ડૉલર (૧૦ કરોડ રૂપિયા)ના ઇનામો આપવામાં આવશે.