વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર હેડન વૉલ્શ જુનિયરનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ

16 January, 2021 02:39 PM IST  |  Dhaka | Agency

વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર હેડન વૉલ્શ જુનિયરનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ

હેડન વૉલ્શ જુનિયર

બંગલા દેશ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રણ વન-ડે મૅચની સિરીઝ પહેલાં વેસ્ટ ઇન્ડીઝને લેગ સ્પિનર હેડન વૉલ્શ જુનિયર કોરોનાગ્રસ્ત થતાં ફટકો પડ્યો છે. ૨૦ જાન્યુઆરીથી શરૂ થનારી આ સિરીઝમાંથી તે ખસી ગયો છે.

કોરોના ટેસ્ટના પહેલા રાઉન્ડમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પણ બુધવારે થયેલી બીજી ટેસ્ટમાં તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. ગુરુવારે પણ હેડનની ફરીથી ટેસ્ટ કરવામાં આવી હતી જે પૉઝિટિવ આવી હતી.

૨૦, ૨૨ અને ૨૫ જાન્યુઆરીએ ત્રણ વન-ડે બાદ ૩થી ૭ ફેબ્રુઆરી દરમ્યાન પહેલી અને ૧૧થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન બીજી અને છેલ્લી ટેસ્ટ રમાશે.

west indies bangladesh cricket news sports news