દેવેન્દ્રો સિંહ ૧૮-૨૩થી હાર્યો રેફરીના પક્ષપાતનો શિકાર

10 August, 2012 08:14 AM IST  | 

દેવેન્દ્રો સિંહ ૧૮-૨૩થી હાર્યો રેફરીના પક્ષપાતનો શિકાર

 

 

બીજા રાઉન્ડમાં બાન્ર્સથી દેવેન્દ્રો માત્ર બે પૉઇન્ટ પાછળ હતો, પરંતુ એ તબક્કે દેવેન્દ્રોએ તેને માથું મારતાં દેવેન્દ્રોને રેફરીએ ચેતવણી આપી હતી અને બાન્ર્સને એ રાઉન્ડને અંતે ઘણી સરસાઈ સાથે બતાવવામાં આવ્યો હતો. બાન્ર્સને સેકન્ડ રાઉન્ડને અંતે ૧૦-૫થી આગળ બતાવવામાં આવ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં બાન્ર્સને રેફરીની એક વૉર્નિંગ મળી હતી, પરંતુ દેવેન્દ્રોના આક્રમક અભિગમ છતાં અને તે સારું કમબૅક કરી રહ્યો હોવા છતાં છેક સુધી બાન્ર્સને વધુ પૉઇન્ટ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.