સાઇનાએ ૪ વર્ષ બાદ યામાગુચીને હરાવી

19 October, 2018 09:11 AM IST  | 

સાઇનાએ ૪ વર્ષ બાદ યામાગુચીને હરાવી



ભારતીય બૅડ્મિન્ટન ખેલાડી સાઇના નેહવાલે શાનદાર પ્રદર્શનને યથાવત્ રાખતાં ગઈ કાલે ડેન્માર્ક ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વિશ્વમાં દસમો ક્રમાંક ધરાવતી સાઇનાએ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જપાનની અકાને યામાગુચીને હરાવી હતી. આ જીત એટલા માટે પણ વિશેષ રહી હતી કે સાઇનાએ ચાર વર્ષ બાદ યામાગુચીને હરાવી હતી. સાઇનાએ વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવતી યામાગુચીને ૩૬ મિનિટમાં ૨૧-૧૫, ૨૧-૧૪થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.


આ પણ વાંચોઃ ઝડપી ૧૦,૦૦૦ રનના મામલે સચિનને પાછળ મૂકશે વિરાટ


ક્વૉર્ટર ફાઇનલમાં તેની ટક્કર જપાનની નોઝોમી ઓકુહારા સામે થશે. સાઇના અને યામાગુચી વચ્ચે કુલ આઠ વખત મુકાબલો થયો હતો જેમાં સાઇનાએ બીજી વખત જીત મેળવી હતી. સાઇનાએ ચાર વર્ષ પહેલાં નવેમ્બર-૨૦૧૪માં જીત મેળવી હતી.