19 March, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાફ ડુ પ્લેસી
દિલ્હી કૅપિટલ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે ૪૦ વર્ષના ફાફ ડુ પ્લેસીને વાઇસ-કૅપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. ફ્રૅન્ચાઇઝીએ સોશ્યલ મીડિયા પર આ ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન કૅપ્ટનનો વિડિયો શૅર કરીને આ જાહેરાત કરી હતી. કૅરિબિયન પ્રીમિયર લીગ (CPL)ની છેલ્લી સીઝનમાં ફાફ ડુ પ્લેસીએ સેન્ટ લુસિયા કિંગ્સને કૅપ્ટન તરીકે ટાઇટલ જિતાડ્યું હતું. તે અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)માં અને સાઉથ આફ્રિકાની લીગ SA20માં પણ કૅપ્ટન્સી કરી ચૂક્યો છે.
ફાફ ડુ પ્લેસીએ IPLની છેલ્લી ત્રણ સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનું નેતૃત્વ કર્યું હતું. ગયા વર્ષે મેગા ઑક્શન પહેલાં બૅન્ગલોરની ટીમે તેને પોતાની ટીમમાં જાળવી રાખ્યો નહોતો. બે કરોડ રૂપિયામાં દિલ્હીની ટીમમાં સામેલ થયેલો આ સ્ટાર બૅટર ૧૮મી સીઝન દરમ્યાન ૩૧ વર્ષના કૅપ્ટન અક્ષર પટેલને મેદાન પર યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરતો જોવા મળશે.