ડિકૉકને બીજી વાર મળ્યો સાઉથ આફ્રિકન મેન્સ ક્રિકેટર ઑફ ધ યરનો અવૉર્ડ

06 July, 2020 02:14 PM IST  |  Mumbai Desk | Agencies

ડિકૉકને બીજી વાર મળ્યો સાઉથ આફ્રિકન મેન્સ ક્રિકેટર ઑફ ધ યરનો અવૉર્ડ

ક્વિન્ટન ડિકૉક

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ તાજેતરમાં યોજેલી વર્ચ્યુઅલ અવૉર્ડ સેરેમનીમાં સાઉથ આફ્રિકન વન-ડે ક્રિકેટ ટીમના કૅપ્ટન ક્વિન્ટન ડિકૉક બીજી વાર સાઉથ આફ્રિકન મેન્સ ક્રિકેટર ઑફ ધ યરનો અવૉર્ડ મેળવવામાં સફળ થયો છે. જ્યારે ૨૧ વર્ષીય લૉરા વૉલ્વાર્ડ્ટ વિમેન્સ પ્લેયર ઑફ ધ યરનો ખિતાબ પોતાના નામે કરી શકી છે. આ ઉપરાંત ડિકૉકને વર્ષનો ટેસ્ટ ક્રિકેટનો ખિતાબ પણ અપાયો હતો અને સાઉથ આફ્રિકા મેન્સ પ્લેયર્સ ઑફ ધ યર તરીકે તેના સાથીદારોએ તેને મત આપ્યો હતો. બીજી બાજુ વૉલ્વાર્ડ્ટને પ્રોટીઝ વન-ડે ક્રિકેટર ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી અને તેણે સાઉથ આફ્રિકા મહિલા ખેલાડીઓનો વર્ષની શ્રેષ્ઠ ખેલાડી માટેનો મત મેળવ્યો હતો.
સાઉથ આફ્રિકા મેન્સ ક્રિકેટર ઑફ ધ યરનો અવૉર્ડ મેળવનાર ડિકૉક છઠ્ઠો પ્લેયર છે. એ પહેલાં જૅક કૅલિસ (૨૦૦૪ અને ૨૦૧૧), મખાયા ઍન્ટિની (૨૦૦૫ અને ૨૦૦૬), હાશિમ અમલા (૨૦૧૦ અને ૨૦૧૩), એબી ડિવિલિયર્સ (૨૦૧૪ અને ૨૦૧૫) અને કેગિસો રબાડા (૨૦૧૬ અને ૨૦૧૮) આ અવૉર્ડ જીતી ચૂક્યા છે. આ પ્રસંગે ક્રિકેટ સાઉથ આફ્રિકાએ બન્ને પ્લેયરનાં વખાણ કર્યાં હતાં.

cricket news sports sports news