ડેક્કન ચાર્જર્સે ૯૦૦ કરોડ રૂપિયાની બિડ ઠુકરાવી

14 September, 2012 06:25 AM IST  | 

ડેક્કન ચાર્જર્સે ૯૦૦ કરોડ રૂપિયાની બિડ ઠુકરાવી


આ બિડ હૈદરાબાદના પીવીપી વેન્ચર્સ ગ્રુપ દ્વારા મોકલવામાં આવી હતી. હવે ડેક્કન ક્રૉનિકલ લિમિટેડ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા પોતાની આ ટીમના વેચાણ માટે બીજું ટેન્ડર બહાર પાડવામાં આવશે કે કેમ એ ગઈ કાલે નક્કી નહોતું, પરંતુ ટીમનું ભાવિ હવે ક્રિકેટ બોર્ડના હાથમાં છે.

પીવીપી વેન્ચર્સ ગ્રુપની માલિકી પોટલુરી વારા પ્રસાદ નામના ઑન્ટ્રપ્રનર પાસે છે. આ ગ્રુપ ફિલ્મક્ષેત્રે તેમ જ શહેરી વિકાસના કાર્યો માટે ફાઇનૅન્સ પૂરું પાડે છે.

ટીમની નજીકની કેટલીક વ્યક્તિઓ પાસેથી જાણવા મળ્યા મુજબ ડેક્કન ચાર્જર્સની ખરીદી માટેના પીવીપી વેન્ચર્સના બિડને રિજેક્ટ કરવાનો નિર્ણય કેટલીક બૅન્કોએ લેવડાવ્યો હતો. આ બૅન્કો પાસે ટીમને ગીરવે મૂકવામાં આવી છે અને બૅન્કોએ ટીમના માલિકો પાસે કરોડો રૂપિયા લેવાની નીકળે છે. ૨૦૦૮માં ડેક્કન ક્રૉનિકલે આ ટીમ ક્રિકેટ બોર્ડ પાસેથી ૪૨૮ કરોડ રૂપિયામાં ખરીદી હતી.

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ