ડેક્કન ચાર્જર્સના વેચાણ માટે ટેન્ડર બહાર પડ્યું

07 September, 2012 05:51 AM IST  | 

ડેક્કન ચાર્જર્સના વેચાણ માટે ટેન્ડર બહાર પડ્યું

હૈદરાબાદ : બિડને લગતી પ્રક્રિયા ૧૩ સપ્ટેમ્બરે પૂરી થશે અને એ જ દિવસે વિનિંગ બિડની જાહેરાત થશે.

જોકે જુલાઈમાં લંડનની કોર્ટમાં આ ટીમ સામે ૧.૦૫ કરોડ પાઉન્ડ (અંદાજે ૯૧ કરોડ રૂપિયા)નો બદનક્ષીનો કેસ જીતનાર ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ટિમ રાઇટ ટીમના વેચાણમાં આડખીલી બની શકે. તેમણે સિકંદરાબાદની સિટી સિવિલ કોર્ટમાં વિદેશી હુકમનામું નોંધાવ્યું છે જેની ૩ ઑક્ટોબરની સુનાવણી પહેલાં કદાચ આ ટીમના વેચાણની પ્રક્રિયા શરૂ નહીં કરી શકાય.

ટીમનું એ જ નામ રહેશે?

નવું ફ્રૅન્ચાઇઝીનું હેડ-ક્વૉર્ટર કદાચ હૈદરાબાદમાં જ રહેશે અને ટીમનું નામ પણ એ જ રાખવામાં આવશે. કેટલીક બૅન્કોએ ડેક્કન ચાર્જર્સ પાસેથી કુલ ૭૦૦ કરોડ રૂપિયા જેટલી લોન પાછી મેળવવાની બાકી છે. આ ટીમ ખરીદનાર પાસેથી જે રકમ આવે એમાંથી સૌથી પહેલાં પ્લેયરોની ફી તેમ જ બૅન્કો સહિતના લેણદારોને બાકીની રકમ ચૂકવવાની રહેશે.

બૅન્કો ટીમનું શાસન ચલાવવા તૈયાર

ક્રિકેટ બોર્ડ કોઈ પણ ભોગે ડેક્કન ચાર્જર્સને વેચવા માગે છે. બૅન્કોએ જો આ ટીમ માટે કોઈ ખરીદનાર પાર્ટી ન મળે તો પોતે એક વર્ષ સુધી ટીમનું શાસન ચલાવવાની તૈયારી બતાવી હોવાનું એક અખબારી રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે.

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ