ડિવિલિયર્સનું રિટાયરમેન્ટ મારા માટે ખૂબ મુશ્કેલ સમય હતો : ડુ પ્લેસિસ

09 September, 2020 05:25 PM IST  |  New Delhi | IANS

ડિવિલિયર્સનું રિટાયરમેન્ટ મારા માટે ખૂબ મુશ્કેલ સમય હતો : ડુ પ્લેસિસ

ડુ પ્લેસિસ

 સાઉથ આફ્રિકન ક્રિકેટર ફૅફ ડુ પ્લેસિસનું કહેવું છે કે એ. બી. ડિવિલિયર્સે જ્યારે રિટાયરમેન્ટની જાહેરાત કરી ત્યારે તેને માટે ખૂબ મુશ્કેલ સમય હતો. એ. બી. ડિવિલિયર્સે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી ૨૦૧૮માં અચાનક રિટાયરમેન્ટ લીધું હતું. ડિવિલિયર્સના રિટાયરમેન્ટને લીધે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન ડુ પ્લેસિસ અને અન્ય ક્રિકેટપ્રેમીઓને પણ ઝાટકો લાગ્યો હતો. પ્લેસિસે ૨૦૧૮માં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ બાદ અચાનક આ જાહેરાત કરી હતી. રવિચંદ્રન અશ્વિન સાથે સોશ્યલ મીડિયા પર વાત કરતાં ડુ પ્લેસિસે કહ્યું કે ‘એબીડીએ જ્યારે ક્રિકેટ છોડ્યું ત્યારે મારા માટે એ સમય ઘણો અઘરો હતો, કારણ કે એક મિત્ર તરીકે હું તેના પર ઘણો ડિપેન્ડન્ટ હતો. તે સારો પ્લેયર હતો અને ટીમને તેની ટૅલન્ટની જરૂર હતી. તેણે જ્યારે મને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી છૂટા થવાની વાત કરી ત્યારે મારું સૌથી પહેલું રીઍક્શન હતું કે હું અહીં તારા માટે છું અને તને સપોર્ટ કરવા માટે છું. જો તેં નક્કી કરી લીધું હોય કે તું તારી કરીઅરનો અંત કરવા ઇચ્છે છે તો તું કરી શકે છે અને હું તારા નિર્ણયમાં સંપૂર્ણપણે તારી સાથે છું. કૅપ્ટન તરીકે હંમેશાં મને વિચાર આવતો કે એબી વગર કેવી રીતે આગળ વધીશું અને કઈ રીતે પહેલાં જેવો પરકફોર્મન્સ મેળવી શકીશું. તેણે જ્યારે કહ્યું કે મારે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં હવે નથી રમવું ત્યારે મેં વગર કોઈ સવાલ કરીને તેના નિર્ણયને માન્ય કર્યો હતો.’

cricket news sports news