ડિવિલિયર્સની ઇનિંગ્સે સાઉથ આફ્રિકાને જિતાડ્યું

22 October, 2014 05:23 AM IST  | 

ડિવિલિયર્સની ઇનિંગ્સે સાઉથ આફ્રિકાને જિતાડ્યું



એબી ડિવિલિયર્સની શાનદાર કૅપ્ટન્સ ઇનિંગ્સને લીધે સાઉથ આફ્રિકાએ પહેલી વન-ડેમાં ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડને ૬ વિકેટે હરાવ્યું હતું. ન્યુ ઝીલૅન્ડના માઉન્ટ માઉંગનુઈમાં રમાયેલી મૅચમાં પ્રથમ બૅટિંગ કરતાં ન્યુ ઝીલૅન્ડ ૪૫.૧ ઓવરમાં ૨૩૦ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં સાઉથ આફ્રિકાએ ૪૮.૧ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૩૬ રન કરી લીધા હતા. ડિવિલિયર્સે અણનમ ૮૯ રન બનાવ્યા હતા અને તેને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. એ ઉપરાંત જિન-પૉલ ડુમિનીએ ૫૮ રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે થયેલી ૧૩૯ રનની પાર્ટનરશિપને કારણે ટીમ મુશ્કેલીમાંથી બહાર આવી ગઈ હતી. એક સમયે તેમની ૯૭ રને ચાર વિકેટ પડી ચૂકી હતી.

ન્યુ ઝીલૅન્ડ તરફથી વિકેટકીપર રોંચીએ શાનદાર ૯૯ રન બનાવ્યા હતા, પરંતુ તેની સાથે કોઈ ખેલાડી સારી પાર્ટનરશિપ નહોતો કરી શક્યો. પ્રથમ મૅચમાં વિજયને કારણે ત્રણ મૅચની સિરીઝમાં સાઉથ આફ્રિકાએ ૧-૦થી લીડ મેળવી લીધી છે.