મહિલા બિગ બૅશની ફાઇનલમાં ડૅન અને તેની લાઇફ-પાર્ટનર કૅપ સામસામે

27 November, 2021 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૅન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૪૦૦૦-પ્લસ રન કરવા ઉપરાંત ૨૦૦-પ્લસ વિકેટ લઈ ચૂકી છે. મૅરિઝેને કુલ ૩૦૦૦-પ્લસ રન બનાવવા ઉપરાંત ૨૦૦ વિકેટ લીધી છે.

સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટરો ડૅન વૅન નીકર્ક (ડાબે) અને મૅરિઝેન કૅપે જુલાઈ ૨૦૧૮માં મૅરેજ કર્યાં હતાં.

સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન અને ડૅન વૅન નીકર્ક તથા તેના જ દેશની મહિલા ઑલરાઉન્ડર મૅરિઝેન કૅપ સમલિંગી યુગલ છે અને તેમણે લગ્ન પણ કરી લીધાં છે. ત્રણ વર્ષ પહેલાં આઇસીસીની ટુર્નામેન્ટમાં સાથે રમનાર પ્રથમ લેસ્બિયન કપલ બન્યા બાદ હવે તેઓ ઑસ્ટ્રેલિયામાં મહિલાઓની બિગ બૅશમાં સામસામે રમે છે. આજે આ સ્પર્ધાની ફાઇનલ (બપોરે ૧.૪૦થી) છે જેમાં ડૅન ઍડીલેડ સ્ટ્રાઇકર્સ ટીમમાં અને મૅરિઝેન પર્થ સ્કૉર્ચર્સ ટીમમાં છે.
પેસ બોલર મૅરિઝેન બે વખત ડૅનને આઉટ કરી ચૂકી છે અને આજે ફરી આમને-સામને છે. ગઈ કાલે જ ડૅને કહ્યું હતું કે ‘મારે મૅરિઝેન સામે ખૂબ સંભાળીને રમવું પડશે. હું ૧૨ વર્ષથી તેને ઓળખું છું એટલે તેની બોલિંગને સારી રીતે જાણું છું. તેના અમુક વેરિએશન્સ મને હજીયે સાવચેત કરી મૂકે છે.’
ડૅન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૪૦૦૦-પ્લસ રન કરવા ઉપરાંત ૨૦૦-પ્લસ વિકેટ લઈ ચૂકી છે. મૅરિઝેને કુલ ૩૦૦૦-પ્લસ રન બનાવવા ઉપરાંત ૨૦૦ વિકેટ લીધી છે.

sports news cricket news