મલાનની હાફ સેન્ચુરીની મદદથી ઇંગ્લૅન્ડ જીત્યું ટી૨૦ સિરીઝ

01 December, 2020 03:32 PM IST  |  Pearl | Agencies

મલાનની હાફ સેન્ચુરીની મદદથી ઇંગ્લૅન્ડ જીત્યું ટી૨૦ સિરીઝ

ઇંગ્લૅન્ડે ૬ વિકેટ ગુમાવીને મૅચ જીતી લીધી હતી

ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રવિવારે રમાયેલી બીજી ટી૨૦ મૅચમાં ઇંગ્લૅન્ડે ચાર વિકેટે જીત મેળવી સિરીઝ પર કબજો કરી લીધો છે. ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને સાઉથ આફ્રિકાને પહેલાં બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. સાઉથ આફ્રિકાએ ૬ વિકેટે ૧૪૭ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લૅન્ડે ૬ વિકેટ ગુમાવીને મૅચ જીતી લીધી હતી. કૅપ્ટન ક્વિન્ટન ડિકૉકે સૌથી વધુ ૩૦ રન કર્યા હતા. જ્યૉર્જ લિન્ડે ૨૦ બૉલમાં ૨૯ રનની ઇનિંગ રમ્યો હતો. સારી શરૂઆત કર્યા છતાં ઇંગ્લૅન્ડના બોલર્સ સામે સાઉથ આફ્રિકન પ્લેયરો લાંબું ટકી શક્યા નહોતા.
સાઉથ આફ્રિકાએ આપેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમના ડેવિડ મલાને જબરદસ્ત હાફ સેન્ચુરી ફટકારી હતી અને ટીમને જીતના
દ્વાર સુધી પહોંચાડી હતી. ઇંગ્લૅન્ડની સાઉથ આફ્રિકા પર ટી૨૦માં આ સતત પાંચમી જીત હતી. બન્ને દેશ વચ્ચે છેલ્લી ટી૨૦ મૅચ આજે કેપટાઉનમાં રમાશે.

cricket news sports news