રામમંદિરના ભૂમિપૂજનને એક મહાન ક્ષણ ગણાવી દાનિશ કનેરિયાએ

07 August, 2020 12:01 PM IST  |  Mumbai Desk | Agencies

રામમંદિરના ભૂમિપૂજનને એક મહાન ક્ષણ ગણાવી દાનિશ કનેરિયાએ

દાનિશ કનેરિયા

અયોધ્યામાં રામમંદિરનું કરવામાં આવેલું ભૂમિપૂજન એક ઐતિહાસિક પગલું હતું જેને વિશ્વભરના લોકોએ વધાવ્યું હતું. પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ પણ આ ભૂમિપૂજનને સંતોષની એક મહાન ક્ષણ ગણાવી હતી. પાકિસ્તાન માટે ૬૧ ટેસ્ટ રમીને ૨૬૧ વિકેટ લેનાર દાનિશ કનેરિયા પર ભ્રષ્ટાચાર કરવાને લીધે ક્રિકેટ રમવાનો આજીવન પ્રતિબંધ છે. સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરીને કનેરિયાએ કહ્યું કે ‘ભગવાન રામની સુંદરતા તેમના ચરિત્રમાં છે, તેમના નામમાં નહીં. અસત્ય પર સત્યના વિજયનું તેઓ પ્રતીક છે. આજે વિશ્વમાં બધે ખુશીનું વાતાવરણ છે. આ સંતોષની એક મહાન ક્ષણ છે.’

sports news sports cricket news ram mandir