ઈડન ગાર્ડન્સનું વાતાવરણ વન-ડે અથવા ટી૨૦ જેવું જ રહેશે : વિટોરી

21 November, 2019 11:53 AM IST  |  Mumbai

ઈડન ગાર્ડન્સનું વાતાવરણ વન-ડે અથવા ટી૨૦ જેવું જ રહેશે : વિટોરી

ડેનિયલ વિટોરી

ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ડેનિયલ વિટોરીએ ભારત અને બંગલા દેશની પ્રથમ ડે-નાઇટ મૅચના સંદર્ભમાં કહ્યું છે કે ઈડન ગાર્ડન્સમાં મૅચ વખતનું વાતાવરણ વન-ડે અથવા તો ટી૨૦ જેવું હશે. બન્ને દેશોની આ પ્રથમ પિન્ક બૉલ ટેસ્ટ હોવાને લીધે બન્ને ટીમો પણ ઘણી ઉત્સાહી છે. બંગલા દેશ માટે સ્પીન બોલરના કોચ તરીકે કામ કરતા વિટોરીએ આ વિશે કહ્યું હતું કે ‘ટેસ્ટ ક્રિકેટ માટે આ સારી વાત છે. અહીંયા મોટી સંખ્યામાં પબ્લિક છે અને એ કેટલું મહત્ત્વનું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. મારા ખ્યાલથી ત્યાં જે પ્રમાણે માણસો પોતાનો સમય સાચવે એ ઘણું ટ્રીકી છે. તમે આ ગેમમાં વધારેમાં વધારે માણસોને આવરી શકો છો.’
ટેસ્ટ મૅચ વિશે તેણે કહ્યું કે ‘આ મૅચમાં જે પ્રમાણેનું વાતાવરણ સર્જાશે એમાં મને નથી લાગતું કે ક્રિકેટ જગતનો કોઈ પ્લેયર રમ્યો હશે. વિરાટ કે રોહિત જ્યારે રમવા ઊતરશે ત્યારે તેમને વન-ડે અથવા ટી૨૦ મૅચ જેવી ફીલિંગ આવશે. આવી ફીલિંગ ટેસ્ટ મૅચમાં કોઈ પણ પ્લેયર્સને આજ સુધી નહીં મળી હોય એમ હું કહી શકું છું.’

daniel vettori sports news