ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડેમિયન માર્ટિન કોમામાં

01 January, 2026 10:55 AM IST  |  Brisbane | Gujarati Mid-day Correspondent

૧૯૯૯ અને ૨૦૦૩ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમનો આ સ્ટાર કાંગારૂ ટીમ વતી ૬૭ ટેસ્ટ અને ૨૦૮ વન-ડે રમ્યો હતો

ડેમિયન માર્ટિન

ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડેમિયન માર્ટિન મેનિન્જાઇટિસને કારણે કોમામાં સરી પડ્યો છે. ૨૬ ડિસેમ્બરે તબિયત લથડતાં તેને બ્રિસ્બેનની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત ગંભીર છે.

ઑસ્ટ્રેલિયા વતી માર્ટિન ૬૭ ટેસ્ટ, ૨૦૮ વન-ડે અને ૪ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. ટેસ્ટ-ક્રિકેટમાં ૪૪૦૬ વન-ડેમાં તેના નામે ૫૩૪૬ રન છે. ૨૦૦૩ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ૮૪ બૉલમાં અણનમ ૮૮ રનની ઉપયોગી ઇનિંગ્સ રમીને રિકી પૉન્ટિંગ સાથે ૨૩૪ રનની પાર્ટનરશિપ રચીને ભારતને હરાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો.

australia cricket news sports sports news brisbane