સાઉથ આફ્રિકા વતી હાઇએસ્ટ વિકેટ લેનાર બોલર બનવાસ્ટેનને એક વિકેટની જરૂર

14 February, 2019 02:16 PM IST  | 

સાઉથ આફ્રિકા વતી હાઇએસ્ટ વિકેટ લેનાર બોલર બનવાસ્ટેનને એક વિકેટની જરૂર

સાઉથ આફ્રિકન બૉલર ડેલ સ્ટેન

સાઉથ આફ્રિકાના અનુભવી પેસ બોલર ડેલ સ્ટેન આજથી સેન્ચુરિયનમાં પાકિસ્તાન સામે શરૂ થતી પહેલી ટેસ્ટમાં એક વિકેટ લેતાંની સાથે જ સાઉથ આફ્રિકાનો હાઇએસ્ટ વિકેટ લેનારો બોલર બની જશે. અત્યારે તે ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શૉન પોલૉકના હાઇએસ્ટ ૪૨૧ વિકેટ સાથે સંયુક્ત રીતે નંબર વન પર છે. ડેલ સ્ટેનને સાઉથ આફ્રિકા વતી હાઇએસ્ટ વિકેટ લેનારો બોલર બનવા ફક્ત એક વિકેટની જરૂર છે. છેલ્લાં ત્રણ વર્ષથી તે ઈજાને કારણે ફક્ત ૬ ટેસ્ટ રમી શક્યો છે. જો તેને ઈજા ન થઈ હોત તો પોલૉકનો રેકૉર્ડ ક્યારનો તોડી નાખ્યો હોત. સ્ટેને પોતાના દેશ વતી ૮૮ ટેસ્ટમાં ૪૨૧ વિકેટ લીધી છે. ૫૧ રનમાં ૭ વિકેટ તેનો એક દાવમાં સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબૅક પછી સેન્ચુરિયનના સુપર સ્ર્પોટ પાર્ક મેદાન પર પહેલી વખત બૉક્સિંગ ડે ટેસ્ટ રમાશે. આ ગ્રાઉન્ડ પર પેસ બોલરોને જબરદસ્ત બાઉન્સ મળશે જેથી બૅટ્સમેનોએ ચિન મ્યુઝિકનો સામનો કરવો પડશે.

south africa cricket news sports news