દીકરીના જન્મદિવસે સુરેશ રૈનાની અનોખી પહેલ

16 May, 2017 06:32 AM IST  | 

દીકરીના જન્મદિવસે સુરેશ રૈનાની અનોખી પહેલ



ક્રિકેટર સુરેશ રૈનાએ તેની દીકરી ગ્રાસિયાના પ્રથમ જન્મદિવસે દિલ્હીમાં ગઈ કાલે દેશની વંચિત માતાઓને મદદરૂપ થવા એક ફાઉન્ડેશન લૉન્ચ કર્યું હતું. ફાઉન્ડેશનનું નામ દીકરીના નામ પરથી ગ્રાસિયા રૈના ફાઉન્ડેશન રાખ્યું હતું. આ ઉમદા કાર્યની ક્રેડિટ તેની પત્ની પ્રિયંકાને આપતાં રૈનાએ કહ્યું હતું કે ‘મારી પત્નીએ આ ફાઉન્ડેશનની સ્થાપના માટે ખૂબ મહેનત કરી છે અને તે જ એનો કાર્યભાર સંભાળશે. તેના આ ભગીરથ પ્રયાસને મારો સંપૂર્ણ ટેકો છે. મારા અને પ્રિયંકા માટે આ એક ખૂબ જ ખાસ છે અને એટલે દીકરીના જન્મદિવસે લૉન્ચ કર્યું છે. મને આશા છે કે ફાઉન્ડેશન દ્વારા દેશની ગરીબ માતાઓ અને તેમનાં સંતાનોને સહાયરૂપ થઈ શકીશું.’