મનોજ તિવારી બન્યો મિનિસ્ટર

12 May, 2021 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ બંગાળમાં હાલમાં યોજાયેલી ચૂંટણીમાં ક્રિકેટ મનોજ તિવારી પણ પહેલી વાર રાજકારણના મેદાનમાં ઊતર્યો હતો અને મોટા માર્જિનથી તેણે જીત પણ મેળવી હતી.

મનોજ તિવારી

પશ્ચિમ બંગાળમાં હાલમાં યોજાયેલી ચૂંટણીમાં ક્રિકેટ મનોજ તિવારી પણ પહેલી વાર રાજકારણના મેદાનમાં ઊતર્યો હતો અને મોટા માર્જિનથી તેણે જીત પણ મેળવી હતી. મનોજે ચૂંટણી પહેલાં જ મમતા બૅનરજીની પાટી તૃણમૂલ કૉન્ગ્રેસ જૉઇન કરી હતી અને દીદી તેને શિબપુર સીટથી ઉમેદવાર બનાવ્યો હતો. મનોજ તિવારીએ ૩૨,૦૦૦ કરતાં વધુ વોટથી વિજય મેળવ્યો હતો. મનોજના પર્ફોર્મન્સથી ખુશ થઈને મમતા બૅનરજીએ તેને પ્રધાનમંડળમાં સામેલ કરી લીધો છે અને તેને ખેલ અને યુવા રાજ્યપ્રધાનનો કાર્યભાર સોંપ્યો છે. 

મનોજ તિવારી ભારત વતી ૧૨ વન-ડે અને ત્રણ ટી૨૦ મૅચ રમી ચૂક્યો છે. વન-ડેમાં તેના નામે એક સેન્ચુરી પણ છે. તેણે ૯૮ આઇપીએલ મૅચમાં ૨૮.૭૨ની ઍવરેજથી ૧૬૯૫ રન પણ બનાવ્યા છે. 

manoj tiwari cricket news sports news