કૃણાલ પંડ્યાની દરિયાદીલી, જેકબ માર્ટિનને આપ્યો Blank Cheque

22 January, 2019 05:41 PM IST  | 

કૃણાલ પંડ્યાની દરિયાદીલી, જેકબ માર્ટિનને આપ્યો Blank Cheque

કૃણાલ પંડ્યાએ કરી જેકબ માર્ટિનની મદદ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન જેકબ માર્ટિનને થયેલા અકસ્માત બાદ તેમની મદદ માટે ક્રિકેટ ટીમના વર્તમાન અને પૂર્વ ખેલાડીએ આગળ આવી રહ્યા છે. પરંતુ હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાએ માર્ટિનની મદદ માટે તેમના પરિવારને કોરો ચેક આપ્યો છે.

કૃણાલની આ વાતે જીતી લીધું દિલ
કૃણાલ પંડ્યાએ આ ચેક બરોડા ક્રિકેટ એસોસિયેશનના સચિવ સંજય પટેલનો આપ્યો અને કહ્યું કે તેઓ માર્ટિનની મદદ કરવા માંગે છે. પંડ્યાએ કોરો ચેક આપતા કહ્યું કે સર, આમાં જેટલી રકમની જરૂર હોય તે ભરી દેજો, પરંતુ એક લાખથી ઓછી રકમ ન નાખતા.

માર્ટિનને મળી આમની પણ મદદ
જેકબ માર્ટિનને નડેલા ગંભીર અકસ્માત બાદ તેમનો વડોદરાની હૉસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમને અકસ્માત નડ્યો હતો અને તેમને ફેફસા અને લીવરમાં ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ માર્ટિન જિંદગીનો જંગ લડી રહ્યા છે અને તેમના ઈલાજ માટે તેમનો પરિવાર પૈસા ભેગા કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે.BCCIએ માર્ટિનના ઈલાજ માટે પાંચ લાખ રૂપિયાની મદદ કરી છે. વડોદરા ક્રિકેટ સંઘે પણ તેમને ત્રણ લાખ રૂપિયાની મદદ કરી છે. BCCI અને BCAના પૂર્વ સચિન માર્ટિનના પરિવારની મદદ કરી રહ્યા છે. BCAના સચિવ સંજય પટેલે જેકબના પરિવારની મદદ કરવા માટે પહેલું પગલું ઉઠાવ્યું હતું. જે બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાન, મુનાફ પટેલ, સૌરવ ગાંગુલી અને ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીની સાથે ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ સહિતના ખેલાડીઓએ પણ માર્ટિનના પરિવારની મદદ માટે હાથ આગલ વધાર્યો છે.

આવો રહ્યો છે માર્ટિનનો રેકોર્ડ
માર્ટિન ભારત તરફથી 10 વનડે મેચ રમ્યા હતા. વનડે ક્રિકેટમાં તેમણે ડેબ્યૂ 1999માં વેસ્ટઈંડિઝની સામે કર્યું હતું. તેઓ 138 ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમ્યા જેમાં તેમણે 9192 રન બનાવ્યા અને તેમની સરેરાશ 47ની રહી. 46 વર્ષા માર્ટિને 10 વનડે મેચમાં 22.57ની સરેરાશથી 158 રન બનાવ્યા હતા. તેમણે ભારત માટે તેમનો છેલ્લો વનડે મેચ 17 ઓક્ટોબર 2001ના દિવસે કેન્યાની સામે પોર્ટ એલિઝાબેથમાં રમ્યો હતો.


krunal pandya hardik pandya cricket news