ક્રિકેટ સાઉથ આફ્રિકાને સસ્પેન્ડ કરીને કન્ટ્રોલ લીધો ઑલિમ્પિક બૉડીએ

12 September, 2020 11:41 AM IST  |  Johannesburg | IANS

ક્રિકેટ સાઉથ આફ્રિકાને સસ્પેન્ડ કરીને કન્ટ્રોલ લીધો ઑલિમ્પિક બૉડીએ

આ નવી ટીમ એક મહિનામાં પોતાની તપાસનો રિપોર્ટ સબમિટ કરશે.

સાઉથ આફ્રિકન સ્પોર્ટ્સ કૉન્ફેડરેશન ઍન્ડ  ઑલિમ્પિક કમિટી (એસએએસસીઓસી)એ ક્રિકેટ સાઉથ આફ્રિકાના બોર્ડ અને સિનિયર એક્ઝિક્યુટિવ પાસેથી રાજીનામું માગ્યું છે. એસએએસસીઓસી સાઉથ આફ્રિકામાં ખેલ જગતની સર્વોચ્ચ સંસ્થા છે. ક્રિકેટ અસોસિએશનના મેમ્બર્સ ક્રિકેટ સાઉથ આફ્રિકાના દૈનિક કામકાજમાં હવે કાર્યરત નહીં રહે અને એની સામે એસએએસસીઓસી તપાસ કરવા એક ટીમનું ગઠન કરશે. આ તપાસ ક્રિકેટ સાઉથ આફ્રિકાના સીઈઓ, કંપની-સેક્રેટરી અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સામે કરવામાં આવશે. આ નવી ટીમ એક મહિનામાં પોતાની તપાસનો રિપોર્ટ સબમિટ કરશે. આ પહેલાં મંગળવારે થયેલી એસએએસસીઓસીની મીટિંગમાં બોર્ડે ક્રિકેટ સાઉથ આફ્રિકામાં ગરબડ-ગોટાળો થયો હોવાની જાણકારી આપી હતી. ગયા મહિને ક્રિકેટ સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર દબંગ મોરોએને સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. એસએએસસીઓસીનું આ પગલું સરકારી હસ્તક્ષેપના આઇસીસીના નિયમો વિરુદ્ધ જતું હોવાથી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી બહાર કરી શકે છે. જોકે ક્રિકેટ સાઉથ આફ્રિકાએ એસએએસસીઓસી દ્વારા મૂકવામાં આવેલા આરોપોને નકાર્યા છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાના બિઝનેસ અફેરમાં હસ્તક્ષેપ કરવા વિરુદ્ધ તેઓ એસએએસસીઓસી સામે કાનૂની પગલાં લેશે. આવતા વીક-એન્ડમાં ક્રિકેટ સાઉથ આફ્રિકાના બોર્ડ ઑફ મેમ્બર્સ અને મેમ્બર કાઉન્સિલ સાથે મળીને વર્કશૉપનું આયોજન કરશે જેમાં આ ગંભીર સમસ્યા પર ચર્ચા કરવામાં આવશે. જોકે આ વિવાદ ક્રિકેટ સાઉથ આફ્રિકાના પ્લેયર પર આઇપીએલમાં રમવા અને અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા પર અસર નહીં પહોંચાડે.