વેસ્ટ ઇન્ડીઝ ટીમ ટેસ્ટ સિરીઝના ટી-શર્ટ પર ‘બ્લેક લાઇવ્ઝ મેટર’ લોગો હશે

29 June, 2020 03:32 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

વેસ્ટ ઇન્ડીઝ ટીમ ટેસ્ટ સિરીઝના ટી-શર્ટ પર ‘બ્લેક લાઇવ્ઝ મેટર’ લોગો હશે

ઇન્ટરનેશનલ ક્રિકેટ કોરોનાવાયરસ વચ્ચે લગભગ 3 મહિના પછી આ સીરિઝથી ફરી શરૂ થઇ રહ્યું છે.

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે 3 ટેસ્ટની સીરિઝમાં બ્લેક લાઇવ્સ મેટર લોગો વાળી ટી-શર્ટ પહેરીને રમી શકશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) પણ આ નિર્ણયને મંજૂરી આપી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કોરોનાવાયરસ વચ્ચે લગભગ 3 મહિના પછી આ સીરિઝથી ફરી શરૂ થઇ રહ્યું છે. આ સિરીઝની પહેલી ટેસ્ટ 8 જુલાઈના રોજ ઇંગ્લેન્ડના સાઉથહેમ્પટનમાં રમાશે.

અમેરિકામાં પોલીસના અત્યાચારને પગલે અશ્વેત જ્યોર્જ ફ્લોયડનું મોત થયું. જે નિર્દયી રીતે તેની હત્યા કરાઇ તે બાદ અમેરિકામાં ભારે રમખાણો ફાટી નિકળ્યા અને વિશ્વભરમાં રંગભેદ સામેના વિરોધ પ્રદર્શન શરૂ થયાં હતાં. આ પછી, ફૂટબોલ અને ક્રિકેટ સિવાય, બધા રમતગમતના ખેલાડીઓએ બ્લેક લાઇવ્સ મેટર આંદોલનને ટેકો આપ્યો. ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડર, ડેરેન સેમી, ક્રિસ ગેલ અને ડ્વેન બ્રાવોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. ICCએ પણ તેમને સમર્થન આપ્યું છે.વેસ્ટ ઇન્ડિઝનાં કેપ્ટન જેસન હોલ્ડરે આ પરિવર્તન અંગે કહ્યું કે, “અમારું માનવું છે કે આ લોકો સામે અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે. રમતગમત, ક્રિકેટ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમના ઇતિહાસમાં આ એક મોટું પરિવર્તન છે. અહીં ભલે અમે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમવા આવ્યા છીએ, પરંતુ વિશ્વમાં ચાલી રહેલી સમાનતા અને ન્યાયની લડતમાં પણ સમર્થન આપી રહ્યા છીએ.” બ્લેક લાઇવ્સ મેટરનો લોગો ગ્રાફિક્સ ડિઝાઇનર અલીશા હોસના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રકારના લોગોનો જ ફૂટબોલ ટૂર્નામેન્ટ ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ઉપયોગ થયો હતો. લીગની તમામ 20 ટીમોના ખેલાડીઓ લોગો ધરાવતા ટી-શર્ટ પહેરીને મેચ રમ્યા હતા.

દરેક સીરિઝ પહેલા એન્ટી-રેસિઝમ અભિયાન ચલાવવામાં આવે છે. હોલ્ડરનાં મતે જાતિવાદને પણ ક્રિકેટમાં ડોપિંગ અને મેચ ફિક્સિંગની જેમ ગંભીરતાથી લેવો જોઇએ તેવો જ મુદ્દો છે. તમામ ટીમ્સે એન્ટિ-ડોપિંગ અને એન્ટી-કરપ્શનની સાથે એન્ટી-રેસિઝ્મ માટે સેમિનારની શરૂઆત કરવી જોઈએ. તેણે કહ્યું, "મેં કોઈ જાતિવાદી ભેદભાવનો અનુભવ કર્યો નથી, પરંતુ મેં એ પ્રશ્વનો જોયા ચોક્કસ છે."

હોલ્ડરે કહ્યું, "મને નથી લાગતું કે જાતિવાદ કોઈ પણ રીતે ડોપિંગ અથવા ભ્રષ્ટાચારથી અલગ છે." આ માટે અલગ દંડ થવો જોઇએ. જો આપણે આ બાબતો રમતની અંદર પણ જોઈ હોય, તો આપણે તેમની સાથે સમાન રીતે વ્યવહાર કરવો જોઈએ."
ICCની ગવર્નિંગ બોડીના એન્ટી રેસિઝ્મ કોડ હેઠળ, જો કોઈ ખેલાડી ત્રીજી વખત દોષી સાબિત થાય છે, તો તેને આજીવન પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. પ્રથમ વખત, ભૂલ પર 4 ટેસ્ટ અથવા 8 મેચ રમવા પર પ્રતિબંધ છે.

west indies cricket news international news