T20 World Cup 2022માં થઇ શકે છે, ICC બોર્ડ મીટિંગમાં કાલે અંતિમ નિર્ણય

27 May, 2020 03:17 PM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

T20 World Cup 2022માં થઇ શકે છે, ICC બોર્ડ મીટિંગમાં કાલે અંતિમ નિર્ણય

BCCIનાં સુત્રો અનુસાર આગામી છ મહિનાઓમાં ત્રણ મોટી મેચ સિરિઝનાં આયોજનનો વિચાર કરાઇ રહ્યો છે પણ અંતિમ નિર્ણય તો કાલની બેઠક પછી જ સ્પષ્ટ થશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCની આવતી કાલે જે ટેલિકોન્ફરન્સિંગથી બેઠક થવાની છે તો તેમાં ઑસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનારા T20 વિશ્વકપને 2022 સુધ સ્થગિત કરવાની વાત થાય તથા ઑક્ટોબરમાં IPLનાં આયોજનને ઔપચારિક રૂપ અપાય તેવી શક્યતા છે. Covid-19નાં રોગચાળાને કારણે જો આ ઔપચારિક નિર્ણય લેવાશે તો દ્વિપક્ષીય શ્રેણીઓની તૈયારી માટે સભ્યોને આગામી મહિનામાં મદદ મળી જશે. આઇસીસી બોર્ડનાં એક અધિકારીએ જણાવ્યું હતુ કે એવી પુરી શક્યતા છે કે T20 વિશ્વકપને સીધો 2022માં યોજવાનો નિર્ણય કરાય. જો કે સવાલ એ છે કે બેઠકમાં આની સત્તાવાર જાહેરાત કરાશે કે કેમ?

અત્યારનાં સંજોગો જોતા કોઇપણ દેશનું ક્રિકેટ બોર્ડ T20નાં આયોજનને પાછળ ઠેલવા અંગે કોઇપણ વિરોધ કરે. એ ચર્ચાઓ અત્યારે પણ થઇ રહી છે કે આવતીકાલની બેઠકમાં ઑસ્ટ્રેલિયામાં ટૂર્નામેન્ટ થવાની છે તેને 2022નાં ઑક્ટોબર-નવેમ્બર સુધી સ્થગિત કરવાનો વિકલ્પ મુકાશે. આનો અર્થ એમ પણ થઇ શકે કે ભારત વર્ષાંતે ઑસ્ટ્રેલિયાની મુલાકાત લઇ સલામતી ચકાસે અને ત્યાર બાદ દ્વિપક્ષીય શ્રેણીઓ ખેલાય. BCCIનાં સુત્રો અનુસાર આગામી છ મહિનાઓમાં ત્રણ મોટી મેચ સિરિઝનાં આયોજનનો વિચાર કરાઇ રહ્યો છે પણ અંતિમ નિર્ણય તો કાલની બેઠક પછી જ સ્પષ્ટ થશે.

international cricket council ipl 2020 world t20 australia cricket news