આઇસીસીના નિયમનું ઉલ્લંઘન કરતાં રબાડાને દંડ

18 January, 2020 12:28 PM IST  |  Port Elizabeth

આઇસીસીના નિયમનું ઉલ્લંઘન કરતાં રબાડાને દંડ

કેગિસો રબાડા

સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચના પહેલા દિવસે સાઉથ આફ્રિકન બોલર કેગિસો રબાડાએ કરેલીએ એક ઍક્શનને લીધે તેને દંડ ફટકારવામાં આવ્યો છે. રબાડાએ જૉ રૂટ આઉટ થતાં કરેલી ઍક્શનને લીધે આઇસીસીની આચારસંહિતામાંના આર્ટિકલ ૨.૫નું ઉલ્લંઘન થયું હતું. આ ઉલ્લંઘનને કારણે તેને મૅચ-ફીના ૧૫ ટકાનો દંડ કરવામાં આવ્યો હતો અને એક ડીમેરિટ પૉઇન્ટ અપાયો હતો. છેલ્લા ૨૪ મહિનામાં રબાડાને મળેલા કુલ ચાર ડીમેરિટ પૉઇન્ટ્સ મળી ચૂક્યા છે જેને લીધે તે ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટ મૅચ નહીં રમી શકે.

વિરોધી ટીમના સૌથી ખતરનાક પ્લેયરની વિકેટ સેલિબ્રેટ કરવા બદલ રબાડા પર એક મૅચનો બૅન મૂકવામાં આવ્યો એ વાત ખરેખર વાહિયાત છે. ઓવરરેટ્સ અને સ્લો ગેમ માટે કંઈ નહીં, પણ લીધેલી વિકેટ સેલિબ્રેટ કરો તો પ્રતિબંધિત... આ દુનિયા ખરેખર વિચિત્ર છે

- માઇકલ વૉન

kagiso rabada steve smith joe root south africa england cricket news sports news