વિરાટને ઑસ્ટ્રેલિયાના પૂર્વ પેસર ગ્લેન મેક્ગ્રાએ શું ચેતવણી આપી?

27 February, 2020 08:49 PM IST  |  Mumbai | Harit N Joshi

વિરાટને ઑસ્ટ્રેલિયાના પૂર્વ પેસર ગ્લેન મેક્ગ્રાએ શું ચેતવણી આપી?

ટીમ ઇન્ડિયાએ વર્ષના અંતે ઑસ્ટ્રેલિયામાં ખેલાનારી ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગેની પોતાની તૈયારીઓ હમણાં જ જાહેર કરી છે પરંતુ ઑસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી ગ્લેન મેક્ગ્રા વિરાટ કોહલીને ચેતવણી આપી છે કે તેમને માટે આ એડજેસ્ટમેન્ટ સરળ નહીં હોય. ગયા વર્ષે ઇડન ગાર્ડનમાં રમેલી પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચમાં અને ઑસ્ટ્રેલિયામાં થયેલી પિંક બૉલ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશની ટીમને ભોં ભેગી કરી.

આ વર્ષે ખેલાનારી ડે-નાઇટ ટેસ્ટ મેચ ભારત માટે બીજો અનુભવ હશે જ્યારે ઑસ્ટ્રેલિયન ટીમ માટે આ છઠ્ઠીવારનો ખેલ હશે. મુંબઇમાં યોજાયેલી ટુરિઝમ ઑસ્ટ્રેલિયાની ઇવેન્ટમાં ગ્લેન મેક્ગ્રા કહ્યું કે, "ભારતને આ વખતે એડજેસ્ટ કરવાનું મુશ્કેલ પડશે. ઑસ્ટ્રેલિયાને આ મેચીઝનો વધારે અનુભવ છે અને તેઓ અત્યાર સુધીમાં ઘણી ડે-નાઇટ ટેસ્ટ મેચિઝ રમી ચુક્યા છે. આ અનુભવ તેમની પડખે હશે વળી હોમ ગ્રાઉન્ડમાં રમવાનો લાભ પણ તેમને મળશે. ભારતની ટીમ બહેતર અને ક્વોલિટી વાળી છે, તેમને પણ અનુભવ છે અને વિરાટ એક અદનો કેપ્ટન છે. તેઓ આ પડકાર માટે ચોક્કસ તૈયાર હશે."

ઑસ્ટ્રેલિયાના લેજેન્ડરી પેસરે કહ્યું કે તે પોતે પિંક બૉલ ટેસ્ટનાં બહુ મોટા ફેન છે. તેમણે ઉમેર્યું કે, "આપણે ટેસ્ટ ક્રિકેટને વધુ જીવંત બનાવવાની જરૂર છે અને મારે માટે એમ કરવાનો રસ્તો છે ડે-નાઇટ ટેસ્ટ મેચિઝ. મને ફોર ડે ટેસ્ટ્સ ક્રિકેટમાં બહુ રસ નથી. મારે માટે તો પારંપરિક પાંચ દિવસિય ટેસ્ટ ક્રિકેટ જ સાચી ટેસ્ટ મેચ છે." મેગ્રાએ કહ્યું કે, "ડે-નાઇટ ક્રિકેટની ચેલેન્જિઝ જુદી જ હોય છે. તેના પડકાર અલગ હોય છે. તમે ડે-નાઇટ મેચમાં જ્યારે બૉલિંગ કે બેટિંગ કરો ત્યારે બહુ ફરક પડી જતો હોય છે. તમારે અલગ કીમિયાથી ખેલ રમવો પડે છે અને માટે જ તેના કારણકે ખેલાડીમાં જુદા પ્રકારની જાગૃતિ અને સતર્કતા આવે છે."

glenn mcgrath australia test cricket virat kohli cricket news t20 world cup