BCCIની કૉન્ટ્રેક્ટ લિસ્ટમાંથી બહાર થયા મહેન્દ્ર સિંહ ધોની

17 January, 2020 01:47 PM IST  |  Mumbai

BCCIની કૉન્ટ્રેક્ટ લિસ્ટમાંથી બહાર થયા મહેન્દ્ર સિંહ ધોની

MS ધોની

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ એટલે બીસીસીઆઈએ ગુરૂવાર 16 જાન્યુઆરીએ ભારતીય ક્રિકેટ ટીનમા સીનિયર પ્લેયર્સના વર્ષના કરારની જાહેરાત કરી દીધી છે. આશ્ચર્યજનક વાત એ છે કે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બીસીસીઆઈએ વર્ષના કૉન્ટ્રેક્ટથી બહાર કરી દીધા છે. એવામાં સ્પષ્ટ છે કે હવે કદાચ જ ધોનીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી શક્ય નથી.

ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ દ્વારા ગઈ કાલે ૨૦૧૯-૨૦નો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ જાહેર કરાયો હતો અને એમાં મહેન્દ્ર સિંહ ધોનીનો સમાવેશ કરવામાં નથી આવ્યો. બોર્ડ દ્વારા આ કૉન્ટ્રૅક્ટ લિસ્ટને A+, A, B અને C એમ ચાર કૅટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. આ કૉન્ટ્રૅક્ટ ૨૦૧૯ના ઑક્ટોબરથી ૨૦૨૦ના સપ્ટેમ્બર સુધીનો છે. વર્લ્ડ કપમાં ન્યુ ઝીલૅન્ડ સામેની હાર બાદ ધોની ટીમમાંથી ગાયબ છે. આઇપીએલમાં સારું પર્ફોર્મ કર્યા બાદ ધોની ટી૨૦ વર્લ્ડ કપમાં રમશે એવી ચર્ચા ચાલી હતી. જોકે રવી શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે ધોની વન-ડેમાંથી બહુ જલદી રિટાયરમેન્ટ લઈ શકે છે. આ સાથે જ સૌથી આશ્ચર્ય વાત એ છે કે રિષભ પંતના ખરાબ પર્ફોર્મન્સ છતાં પણ તેનો સમાવેશ A કૅટેગરીમાં કરવામાં આવ્યો છે.

સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ સાથે તેના ફ્યુચરને કોઈ સંબંધ નથી

ઇન્ડિયન ક્રિકેટ બોર્ડે જાહેર કરેલા સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ન આવતાં તેના ભવિષ્યને લઈને ચર્ચા ચાલી રહી છે. ધોનીના કરીઅરને ધી એન્ડ આવી ગયો એવું ઘણા લોકોનું કહેવું છે. જોકે આ વિશે ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે ‘એક વાત ક્લિયર કહી દઈએ કે તમે ટીમમાં રમી શકો કે નહીં એ માટે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ ફાઇનલ ઑથોરિટી નથી. રેગ્યુલર પ્લેયરને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવે છે અને પ્રામાણિક્તાથી કહીએ તો ધોનીએ ૨૦૧૯ના વર્લ્ડ કપની સેમી ફાઇનલ બાદ એક પણ મૅચ નથી રમી. આ કારણસર તેનું નામ કૉન્ટ્રૅક્ટમાં નથી. જો કોઈ એવું વિચારતું હોય કે આ તેના કરીઅરનો રોડ બ્લૉક છે અથવા તો સિલેક્ટર્સની હિન્ટ છે તો એવું કંઈ નથી. તે હજી પણ પર્ફોર્મ કરી શકે છે અને ટીમમાં સ્થાન મેળવી શકે છે. જો તે ઇચ્છતો હોય તો તે ટી૨૦ વર્લ્ડ કપમાં પણ રમી શકે છે. સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટને ધોનીના ફ્યુચર સાથે કોઈ લેવાદેવા નથી. ભૂતકાળમાં આપણે કૉન્ટ્રૅક્ટ વગર પણ પ્લેયર્સને દેશ માટે રમતા જોયા હતા અને ભવિષ્યમાં પણ તમે એ જોઈ શકશો.’

ms dhoni cricket news sports news mahendra singh dhoni board of control for cricket in india